દરેક પોસ્ટ અંત સુધી જરૂર વાંચો.
શિષ્ય વૃત્તિ, સરકારી સહાય યોજના, સરકારી ભરતી, રોજગાર મેળો વગેરે સમાચાર માટે કોમ્યુનિટી ગ્રુપની લીંક ::
શિષ્ય વૃત્તિ, સરકારી સહાય યોજના, સરકારી ભરતી, રોજગાર મેળો વગેરે સમાચાર માટે કોમ્યુનિટી ગ્રુપની લીંક ::
I can do - 3.
Water park
ફોટો સૌજન્ય અને આભાર : શાંકુજ વોટર પાર્ક, મહેસાણા
મનની શક્તિ Power of Mind
મિત્રો,
સમગ્ર ભારતમાં ઘણાં બધાં વોટરપાર્ક છે આપ જાણો છો. ગુજરાતમાં પણ ઘણા બધા વોટરપાર્ક છે એમાં પણ મહેસાણા નો વોટરપાર્ક ખૂબ જ પ્રખ્યાત છે. મહેસાણા કે જ્યાં ૩૦૦ ફૂટની ઉંડાઈએ થી પાણી પણ ના જોવા મળે ત્યાં આટલો સુંદર વોટરપાર્ક! શું આ શક્ય છે?
પાણી છૂટથી ન મળે ત્યાં પાણીના ધોધ વહે, આવું શક્ય બને ખરું?
જ્યાં હરિયાળી ન હોય ત્યાં ઘાસની લીલીછમ લોન હોય એવું તમે ક્યારેય જોયું છે ખરું!
જ્યાં કોઈ જ આવતું જતું ન હોય ત્યાં અનેક મુસાફરો આવે અને પીકનીક પોઈન્ટ બને, એવું તમે ક્યાંય જોયું છે સાંભળ્યું છે ખરું!
જ્યાં વધારે વનસ્પતિ ઉગતી ન હોય ત્યાં લીલાછમ વૃક્ષોનું ઉપવન હોય એવું શક્ય બને ખરું!
મિત્રો,
અહીંયા તમે જે પણ અત્યારે વાંચ્યું છે તે મનની શક્તિ દ્વારા અને પોતાના
દ્રઢ વિશ્વાસ દ્વારા શક્ય બનાવ્યું છે મહેસાણાના શ્રી શંકરભાઈ ચૌધરીએ.
તેમને ખૂબ ખૂબ અભિનંદન. તેમણે આ કેવી રીતે શક્ય બનાવ્યું છે તે જાણીએ.
ડોક્ટર
દોલતભાઈ દેસાઈ ખૂબ જ જાણીતા વિદ્વાન છે. તેઓના વ્યાખ્યાન અને પ્રવચન જુદા
જુદા સ્થળોએ અવારનવાર ગોઠવાતાં હોય છે. આવા વપ્રવચન સાંભળવા માટે શ્રી
શંકરભાઈ ચૌધરી ગયા હતા. તેમણે ડૉ દોલતભાઈ દેસાઈને પોતાના વોટરપાર્કની
મુલાકાત માટે આમંત્રણ આપ્યું. ડોક્ટર દોલતભાઈ દેસાઈ આમંત્રણને માન આપીને
તેમના વોટરપાર્કમાં ગયા. આ વોટરપાર્ક જોઈને ડોક્ટર દોલતભાઈ દેસાઈ ખૂબ જ ખુશ
થઈ ગયા. તેમને પણ નવાઈ લાગી કે જ્યાં 300 ફૂટ ઊંડેથી પાણી ન મળતું હોય
ત્યાં વોટરપાર્ક કેવી રીતે શકાય બન્યો તે જાણવાની જિજ્ઞાસા વધી ગઈ. તેમણે
શંકરભાઈ ચૌધરીને પ્રશ્ન પૂછ્યું કે શંકરભાઈ તમને મહેસાણામાં વોટર પાર્ક
બનાવવાનો વિચાર કેવી રીતે આવ્યો?
શંકરભાઈ ચૌધરીના
મનમાં એક જ ધૂન હતી કે આપણા મહેસાણાને કેવી રીતે જાણીતું કરવું? દરેક
ઉદ્યોગોને સારા guest house નીજરૂર હોય છે. એવું સ્થળ કે જ્યાં દર વર્ષે
લોકો શિબિરમાં ભેગા થાય, આવા સ્થળે લોકો મળે, ઉદ્યોગોનો વિકાસ થાય. આવા
સ્થળમાં વોટરપાર્ક બગીચો guest house વગેરેનો સમાવેશ થાય તો આવા સ્થળોએ
શિબિરમાં આવવાનો લોકોનો ઉત્સાહ ઘણો બધો વધી જાય. આ વિચારને આ કલ્પનાને તેઓએ
મનની શક્તિ આપી અને પોતાનો દ્રઢ આત્મવિશ્વાસ જાળવી રાખ્યો અને સ્વપન સાકાર
કરવા માટેની સફર શરૂ કરી. મંઝિલ મેળવવા માટે તેમણે સતત નિયમિત સખત મહેનત
કરી.
સિંગાપુરમાં
પાણી અન્ય દેશમાંથી અન્ય સ્ત્રોતમાંથી અન્ય સ્થળોએથી મેળવે છે તે જ રીતે
બર્મા પોતાના માટે જરૂરી વિદ્યુત અન્ય દેશમાંથી અન્ય સ્ત્રોતમાંથી અન્ય
સ્થળોએથી મેળવે છે. શંકરભાઈએ વિદેશના ઇજનેરોને પૂછ્યું કે જો આ બધું શક્ય
બનતું હોય તો પછી મહેસાણામાં મહેસાણાની જમીનમાંથી પાણી કેમ ન મળે? પાણીને
આપણે ચોક્કસ મેળવી શકીશું જ. વિદેશના ઇજનેરો પણ આ વિચારથી આશ્ચર્ય ચકિત થઈ
ગયા અને શંકરભાઇ ચૌધરીના આ વિચારને સાકાર કરવા માટે તેઓએ કામ કરવાનું શરૂ
કર્યું. શંકરભાઈ ચૌધરીના માર્ગદર્શન મુજબ તેમણે કાર્ય કરવાની શરૂઆત કરી.
તે સમયે શંકરભાઈને લોકો કહેતા કે તમે અહીંયા પૈસા નકામાં બગાડો છો પાણી
મળવાનું નથી! અહીંના લોકો સુવા માટે કંતાન વાપરે છે તો તમારી હોટલમાં રહેવા
માટે રૂપિયા થોડા ખરચવાના છે તે અંગે વિચારો તો ખરા. શંકરભાઈએ આવા
નકારાત્મક વિચારોને સાંભળ્યા નહીં, ધ્યાન આપ્યું નહીં, મહત્વ આપ્યું નહીં
અને તેમણે જે કલ્પના કરી હતી મહેસાણાના વોટરપાર્ક અંગેની તેમાં તેમણે
ધ્યાન કેન્દ્રિત કર્યું અને મનની શક્તિ દ્વારા પોતાના પરના આત્મવિશ્વાસથી
પોતાના સપનાને સાકાર કરવા માટે અવિરત મહેનત કરતા ગયા.
મનની શક્તિ અને પોતાના પરના વિશ્વાસને કારણે મહેસાણાનો વોટરપાર્ક શંકરભાઈ ચૌધરીની કલ્પના મુજબ શક્ય બન્યો છે. આજે આ વોટરપાર્ક સમગ્ર ભારતમાં ખૂબ જ પ્રખ્યાત છે. તે એક જાણીતું પિકનિક પોઇન્ટ કે પર્યટનધામ બનીને વિકાસ પામ્યું છે અને હજી વધુ વિકાસ પામી રહ્યું છે. આ બધું શક્ય બન્યું છે મનની શક્તિ અને પોતાના પરના વિશ્વાસને કારણે. ડોક્ટર દોલતભાઇ દેસાઇએ શંકરભાઈ ચૌધરીને પૂછ્યું કે આ બધું શક્ય કેવી રીતે બન્યું ત્યારે શંકરભાઈ એ જણાવ્યું કે ત્રણ ખૂબ જ બાબતો આ વોટરપાર્ક ને બનાવવા માટે મહત્વની હતી.
1. પહેલી વાત - સપનું કે મેં જે જોયું હતું તે મુજબનો વોટરપાર્ક બનાવો.
2.
બીજી વાત - મારો પોતાનો સંકલ્પ હતો કે મારે મારું સપનું સાકાર કરવું છે
એના માટે જે પણ, કંઈ પણ, ગમે તેટલી મહેનત કરવી પડે તો પણ અટક્યા વગર નિયમિત
સતત મહેનત કરવી અને સફળ થવું જ.
3.
ત્રીજી વાત - સાહસવૃત્તિ. મેં સાહસ કર્યું અને મને મારા પર દ્રઢ વિશ્વાસ
હતો જ. અને આ સપનું અંતે મેં મારી મનની શક્તિ અને મારા પરના અતૂટ વિશ્વાસને
આધારે શક્ય બન્યું.
મિત્રો, આ લેખનો સાર એટલો જ છે કે
1.સપનું,
2.સંકલ્પ અને 3.સાહસ. જો આ ત્રણનો સારો સંગમ થાય અને તેને પૂરતું પોષણ મળે
અને તેના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તો ચોક્કસ સફળતાઓ મળે મળે અને
મળે એના કોઈ જ શંકા નથી.
દરેક પોસ્ટ અંત સુધી જરૂર વાંચો.
વધુ ફોટા અને માહિતી માટે નીચેની લિંક પર ક્લિક કરીને જુવો.