વિજ્ઞાન વિષયના એક શિક્ષક શ્રીની સરળ ભાષામાં રજૂઆત... શું તમે ક્યારેય જાણ્યું છે કે, કોરોના વાયરસ આપણા શરીરમાં કેવી રીતે પ્રવેશ કરે છે? આપણા શરીરમાં કેવી રીતે વધીને ફેલાય છે? તો આવો આજે કંઇક નવું જાણીએ, ઓક્ટોબર 2020 માં મેટ પારકર નામના એક નિષ્ણાતે જણાવ્યું હતું કે જો તમે દુનિયાના બધા જ કોરોના વાયરસને ભેગા કરી દો તો દુનિયાના બધા જ કોરોના વાયરસનું વજન 8 મિલીગ્રામ થાય. એટલે કે એક ચમચીમાં આખી દુનિયાના કોરોના વાયરસ આવી જાય. આ કોરોના વાયરસની સાઈઝ 20 નેનોમીટર છે એટલે સામાન્ય રીતે સમજવું હોય તો એક સેન્ટિમીટર ના પચાસ હજાર ભાગ કરો ત્યારે એક ભાગ એક કોરોના વાયરસની સાઈઝ જેટલો થાય. આટલા કોરોના વાયરસે સમગ્ર દુનિયામાં તબાહી મચાવી દીધી છે. તો આજે આપણે જાણીશું કે વાયરસ શેનો બનેલો છે? તે આપણા શરીરમાં કેવી રીતે દાખલ થાય છે? કેવી રીતે આપણા શરીરની સિસ્ટમને પોતાના ફાયદા માટે ઉપયોગમાં લઈને પોતાની સંખ્યા વધારે છે? આજે આપણે આખી પ્રોસેસ ને સરળ ભાષામાં સમજીસુ. આપણું શરીર ઘણા બધા અંગો અને અવયવોનું બનેલું છે. આપણા અંગો પેશીના બનેલા છે. અને ઘણા બધા કોષો જોડાઈને પેશી બનાવે છે. એટલે કે આપણા શરીરનો પાયાનો એકમ કોષ ...
This blog is about Mathematics, Science, Social Science for standard 10th, Mathematics for Government Examination, Recruitment Short News, Vedik Maths, Fun Maths, Time Pass and so many more. Trying can lead to success. We update our blog regularly. So visit every day .. share on all your social media. Be a Follower also. You all are welcome. mostly we use the Gujarati language.