Type Here to Get Search Results !

VM1 : 91 થી 99 વચ્ચેની સંખ્યાનો ગુણાકાર કરવાની સરળ રીત vm1

0

નમસ્તે મિત્રો , આપ સૌ કુશળ છો. કુશળ રહો.

વૈદિક ગણિતમાં આપનું સ્વાગત છે

રેક પોસ્ટ અંત સુધી જરૂર વાંચો.

===============

વૈદિક ગણિત ક્લાસ:: 1

91 થી 99 વચ્ચેની સંખ્યાનો ગુણાકાર કરવાની સરળ રીત::





 



91 થી 99 વચ્ચેની સંખ્યાનો ગુણાકાર કરવાની સરળ રીત:: 

મિત્રો, 91 થી 99 સુધીની સંખ્યા માટે આધાર તરીકે 100 લઈશું.


ઉદાહરણ:: 1 સમજીશું.

99×98=?


સ્ટેપ 1- આધાર માં કેટલા ઓછા કે વધુ છે?
અહીં આધાર 100 હોવાથી 99 માટે 100માં 1 ઓછા છે જ્યારે 98 માટે 100માં 2 ઓછા છે..


સ્ટેપ 2 - હવે આ બન્ને સંખ્યાનો ગુણાકાર લખો. એટલે કે 01 અને 02 નો ગુણાકાર 02 થાય છે.
આ ગુણાકાર જવાબ વાળા ભાગમાં જમણી બાજુ લખો. એટલે કે 02ને જવાબ વાળા ભાગમાં જમણી બાજુ લખો. 


સ્ટેપ 3 - 99 માંથી 2 બાદ કરો અથવા 98 માંથી 1 બાદ કરો. એટલે જવાબ 97 મળે છે.
આ જવાબ, જવાબ વાળા ભાગમાં ડાબી બાજુએ લખો. એટલે કે 97ને 02ની આગળ લખો.
વૈદિક ગણિતમાં આપનું સ્વાગત છે.
આમ, જવાબ 99×98 = 9702 આવે.

====================









ઉદાહરણ:: 2 સમજીશું.
92×95=?


સ્ટેપ 1- આધાર માં કેટલા ઓછા કે વધુ છે?
અહીં આધાર 100 હોવાથી 92 માટે 100માં 08 ઓછા છે જ્યારે 95 માટે 100માં 05 ઓછા છે..


સ્ટેપ 2 - હવે આ બન્ને સંખ્યાનો ગુણાકાર લખો. એટલે કે 08 અને 05 નો ગુણાકાર 40 થાય છે.
આ ગુણાકાર જવાબ વાળા ભાગમાં જમણી બાજુ લખો. એટલે કે 40ને જવાબ વાળા ભાગમાં જમણી બાજુ લખો. 


સ્ટેપ 3 - 92 માંથી 5 બાદ કરો અથવા 95 માંથી 8 બાદ કરો. એટલે જવાબ 87 મળે છે.
આ જવાબ, જવાબ વાળા ભાગમાં ડાબી બાજુએ લખો. એટલે કે 87ને 40ની આગળ લખો
.

આમ, 92×95= 8740 જવાબ આવે.

====================









ઉદાહરણ:: 3 સમજીશું.
94×96=?


સ્ટેપ 1- આધાર માં કેટલા ઓછા કે વધુ છે?
અહીં આધાર 100 હોવાથી 9
4 માટે 100માં 06 ઓછા છે જ્યારે 96 માટે 100માં 04 ઓછા છે..


સ્ટેપ 2 - હવે આ બન્ને સંખ્યાનો ગુણાકાર લખો. એટલે કે 06 અને 04 નો ગુણાકાર 24 થાય છે.
આ ગુણાકાર જવાબ વાળા ભાગમાં જમણી બાજુ લખો. એટલે કે 24ને જવાબ વાળા ભાગમાં જમણી બાજુ લખો. 


સ્ટેપ 3 - 94 માંથી 4 બાદ કરો અથવા 96 માંથી 6 બાદ કરો. એટલે જવાબ 90 મળે છે.
આ જવાબ, જવાબ વાળા ભાગમાં ડાબી બાજુએ લખો. એટલે કે 90ને 24ની આગળ લખો
.

આમ, 96×94= 9024 જવાબ  આવે.

===================







ઉદાહરણ:: 4 સમજીશું.
99×96=?


સ્ટેપ 1- આધાર માં કેટલા ઓછા કે વધુ છે?
અહીં આધાર 100 હોવાથી 99
 માટે 100માં 01 ઓછા છે જ્યારે 96 માટે 100માં 04 ઓછા છે..


સ્ટેપ 2 - હવે આ બન્ને સંખ્યાનો ગુણાકાર લખો. એટલે કે 01 અને 04 નો ગુણાકાર 04 થાય છે.
આ ગુણાકાર જવાબ વાળા ભાગમાં જમણી બાજુ લખો. એટલે કે 24ને જવાબ વાળા ભાગમાં જમણી બાજુ લખો. 


સ્ટેપ 3 - 99 માંથી 4 બાદ કરો અથવા 96 માંથી 1 બાદ કરો. એટલે જવાબ 95 મળે છે.
આ જવાબ, જવાબ વાળા ભાગમાં ડાબી બાજુએ લખો. એટલે કે 95ને 04ની આગળ લખો
.

આમ, 99×96= 9504 જવાબ  આવે.

===================
ઘરકામ:
VM0101: 94×94 =?
VM0102: 93×97 =?
VM0103: 92×95 = ?
 

તમારું નામ લખીને કૉમેન્ટ માં સાચા જવાબ અને પોસ્ટ કરવા વિનંતી.

====================

રેક પોસ્ટ અંત સુધી જરૂર વાંચવાની જરૂર છે.

આ પોસ્ટ તમારા મિત્રોને શેર કરજો, તેમને પણ ગમશે.

#maths #mathsmania #vedicmaths #vedicmath #vedicmathematics #vedicmathsonline #vedicmathstutorials #vedicmathsclasses #vedicmathstricks #vedicmathsforumindia #vedicmathsindia #vedicmathematicsworkshop #vedicmathematicsmadeeasy #vedicmathstrainer #vedicmathsforkids #vedicmathschool #vedicmathsclass #icanhow #rpgtparivar #tutorspost #tutorspostdotblogspotdotcom #icanhowdotblogspotdotcom

 


Post a Comment

0 Comments