Type Here to Get Search Results !

Our World by Our thoughts

0

રેક પોસ્ટ અંત સુધી જરૂર વાંચવાની જરૂર છે.

***** 

खुशी कैसे पाएं?

How to find happiness?

Happiness Ka Funda: A:: Admit अंदर आने देना है। चारो और से खुशी को अंदर आने दो। उसके लिए आपने आसपास, परिवारमें तलाशो।
आप कहा कहा तलाश कर सकते हो खुशी को, हमे कॉमेंट करके बताओ।

Happiness Ka Funda : Admit
 

 ***** 



Our World by Our thoughts -2

આપણી આસપાસનું આપણું વિશ્વ આપણા વિચારોથી સર્જાય છે જ. 

The world around us is created by our thoughts.

हमारे आसपास की दुनिया हमारे विचारों से बनी है।

 હેલ્લો નમસ્તે કેમ છો?.

આપ સૌ મજામાં છો, કુશળ છો અને કુશળ રહો. 

આપણી આસપાસની દુનિયા એ આપણા વિચારો દ્વારા સર્જાય છે તે આપણે સારી રીતે જાણીએ છીએ. તમને પણ ખબર છે બરાબરને સાચું કીધું ને ! આમાં નવું કશું જ નથી. દરેકને ખબર છે છતાં પણ દરેક વ્યક્તિ પોતાની આસપાસની દુનિયા પોતાને ગમે તેવી બનાવી શકતા નથી. એના ઘણા બધા કારણો હોઈ શકે. તેનું મૂળ શું છે તે જાણવું જરૂરી છે. 
 
તે જાણવા માટે મિત્રો તમને અગાઉ જણાવ્યા મુજબ આપણે રોજ રાત્રે સૂતી વખતે નોટમાં ઓછામાંઓછા ૩૦ જેટલા વિચારો લખ્યા હશે અને આ વિચારોનું તમે ત્રણ ભાગમાં વર્ગીકરણ કર્યું યાદ હશે. કયા ત્રણ વિભાગ?  ઓકે ચાલો ત્યારે આ ત્રણ ભાગ યાદ કરી લઈએ ભાગ G એટલે તમને આવેલા એવા હકારાત્મક વિચારો કે જેને કારણે તમને જે તે કાર્યમાં તમને હકારાત્મક પરિણામ મળ્યું હોય તેવા કાર્યો ની યાદી આપણે ભાગ G માં લખીએ છીએ. વિભાગ N માં એવા વિચારો ની યાદી લખીએ છીએ કે જેને કારણે આપણને આપણું મનગમતું પરિણામ મળ્યું નથી તેવા નકારાત્મક વિચારો ની યાદી. વિભાગ NG એટલે એવા વિચારો ની યાદી જે તટસ્થ  હતા તેને કારણે આપણને કોઈપણ પ્પ્રકારનું નુકસાન  થયું નથી તેવા તટસ્થ વિચારો. 
 
મિત્રો, આપણા નકારાત્મક વિચારોને સકારાત્મક વિચારોમાં ફેરવવાની પ્રક્રિયા નો પ્રયોગ પણ તમે ૩૦ દિવસ કર્યો છે. સાથે સાથે તમને યાદ કરાવું કે હકારાત્મક વિચારો કેવી રીતે બને તે માટે રોજ સવારે ઉઠીને તમારે તમારા મનગમતા પુસ્તકમાંથી દરરોજ 20 પાના વાંચવાના છે અને રાત્રે સૂતી વખતે તમને મનગમતા ભજન કે ગીત તમારે 30 દિવસ સાંભળવાના છે. આ બન્ને પ્રકારની  પ્રેક્ટિસ તમે 30 દિવસ કરી છે.
 
મિત્રો તમે બે સફળ પ્રયોગ કર્યો જેને કારણે તમારા નકારાત્મક વિચારો નું હકારાત્મક વિચારો માં રૂપાંતર થયું છે. હવે આજે આપણે ત્રીજો પ્રયોગ શીખીશું. તેની સતત ૩૦ દિવસ તમારે પ્રેક્ટિસ કરવાની છે. ચાલો ત્યારે પ્રયોગ નંબર ત્રીજો સમજીએ અને તેનો અમલ કરીએ. પરિણામે આપણા નકારાત્મક વિચારો નું હકારાત્મક વિચારો માં સરળતાથી રૂપાંતર તો થશે પણ નકારાત્મક વિચારો ઓછા આવશે.
 
 મિત્રો, આપણને ખબર છે કે જ્યારે આપણે દડો દિવાલ ઉપર ફેંકીએ છીએ ત્યારે શું થાય છે દિવાલને અથડાઇને દડો પાછો આવે છે અથવા આકાશ તરફ ફેંકવામાં આવે તો આકાશ તરફ ફેંકેલો એ દડો જમીન ઉપર પાછો ફરે છે. મિત્રો આ તો કુદરતી પ્રક્રિયા છે કુદરતનો ક્રમ છે. આ ક્રમમાં આ નિયમમાં આપણે ફેરફાર કરી શકતા નથી. ગુરુત્વાકર્ષણ નાં નિયમ મુજબ ઉપર ફેંકેલો કોઈપણ વસ્તુને  પૃથ્વી તેને પોતાના તરફ ખેંચવાનો પ્રયત્ન કરે છે માટે ઉપર તરફ ફેંકેલો સામાન્ય દડો જમીન તરફ પાછો આવે છે. તે જ રીતે દિવાલ પર ફેંકેલો  દડો અથડાઇને પાછો આવે છે ન્યુટનની ગતિનો ત્રીજો નિયમ તમે ભણી ગયા છો' ને! આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. કુદરતના આ નિયમો કદાચ આપણા વિચારોને પણ એટલા જ લાગુ પડે છે
 
હકારાત્મક વિચારો વધારે આવે અને નકારાત્મક વિચારો આવે જ નહીં અથવા ઓછા આવે તો કેવું સારું! જો આવું થાય તો આપણી આસપાસનું વિશ્વ આપણા વિચારો મુજબ રચાશે અને આપણને આપણું જીવન જીવવાની ખૂબ જ મજા આવશે. કેમ સાચું કીધું ને! તમને તમારા વિચારો મુજબ ની દુનિયામાં ખુશીથી જીવવું ગમશે ને! હા કે ના?
 
મિત્રો, જ્યારે આપણે કોઈની સાથે વાતો કરતા હોઈએ છીએ અથવા કોઈને સાંભળતા હોઈએ છીએ ત્યારે વાતોમાં ને વાતોમાં અજાણતાં આપણા મનમાં કેટલાક નકારાત્મક વિચારો દાખલ થઈ જાય છે અને તે આપણી વિચાર પ્રક્રિયા ઉપર ખરાબ અસર કરે છે પરિણામે આપણને પણ નકારાત્મક વિચારો આવે છે અને તેવી લાગણી પણ આપણે અનુભવીએ છીએ. જ્યારે મિત્રો આપણે કોઈની સાથે વાતચીત કરતા હોઈએ અને કોઈ વ્યક્તિ નકારાત્મક વાત કરે છે ત્યારે આપણે શું કરવું જોઈએ ? 
 
જ્યારે આપણે નકારાત્મક વિચારોને સાંભળીએ છીએ ત્યારે આવા નકારાત્મક વિચારોની હાનિકારક અસર દૂર કરવા માટે આપણે પૂરા વિશ્વાસ થી આપણા મનમાં મોટા અવાજે બોલવાનું છે કેન્સલ કેન્સલ કેન્સલ. મિત્રો યાદ રહ્યું ને શું કરવાનું છે! આપણે કોઈની સાથે વાતચીત કરતા હોઈએ ત્યારે કોઈ નકારાત્મક વિચારો કરે નકારાત્મક વાતો કરે ત્યારે આપણે શું કરવાનું આવા નકારાત્મક વિચારોને અવગણના કરવાની, સાંભળવાના જ નહીં. ધ્યાન આપવાનું જ નહીં તેના તરફ જોવાનું જ નથી તે અંગે વિચારવાનો પણ નથી અને મનમાં ને મનમાં આપણે મોટા અવાજે ત્રણ થી પાંચ વખત બોલવાનું છે કેન્સલ કેન્સલ કેન્સલ આ વિચાર ખોટો છે આ વિચાર મારા માટે નથી. આ વિચારને મારા પર કોઈ પણ પ્રકારની અસર થતી નથી તેઓ તમારે બોલવાનું છે, મનમાં મોટા વચ્ચે ત્રણ થી પાંચ વાર પૂરા દ્રઢ વિશ્વાસથી બોલો.

જ્યારે કોઈ નકારાત્મક વાતો કરતું હોય ત્યારે આપણે તેની સાથે આઈ કોન્ટેક થી એટલે કે આંખમાં આંખ મિલાવીને વાત કરવાની નથી. તદુપરાંત આપણે અદબ વાળીને ઊભા રહેવાનું છે એટલે કે હાથ ઉપર આ ક્રોસ થઈ જાય તે રીતે અદબ વાળીને ઊભા રહેવાનું છે. તેથી  આપણા મનમાં આવા નકારાત્મક વિચારો  દાખલ થશે જ નહીં અને તેને પરિણામે આપણા વિચારો ઉપર તેની નકારાત્મક અસર થશે નહીં અને આપણામાં દિમાગમાં પણ નકારાત્મક વિચારો આવશે નહીં એ નક્કી છે.

નકારાત્મક વિચારો ની માત્રા ઓછી કરવી અને નકારાત્મક વિચારો આવે નહીં તેવા પ્રયોગો માં આપણે વધુ એક ચોથો પ્રયોગ આજે આપણે શીખીશું. જ્યારે મિત્રો કોઈ આપણને આપણા સારા કાર્ય માટે કે સફળતા માટે કે  સારા વર્તન માટે અભિનંદન આપે છે ત્યારે જે તે વ્યક્તિને આપણે મોટા અવાજે થેન્ક્યુ કહેવાનું છે, સાચા દિલથી કહેવાનું છે, મોટા અવાજમાં કહેવાનું છે અને જાહેરમાં કહેવાનું છે. તદુપરાંત આપણને જે તે સફળતાને કે સારા પ્રસંગ ને યાદ કરવાના છે  કોઈએ આપણને અભિનંદન આપ્યા છે તેને આપણે વારંવાર યાદ કરવા જોઈએ. આવું કરવાથી આપણા માઈન્ડમાં નકારાત્મક વિચારો ઓછા આવશે તેમજ સતત પ્રેક્ટિસ કરવાથી તે આવતા બંધ થઈ જશે, એની માત્રા ઘટતી જશે અને પરિણામે હકારાત્મક વિચારો ની માત્રા વધતી જશે.
મિત્રો, રાત્રે સૂતી વખતે પણ આપણે યાદ કરવાનું છે કે આજે કોણે મને અભિનંદન આપ્યા છે, મારા કામના વખાણ કર્યા છે, મારા કામમાં સાથ આપ્યો છે, મારા પર વિશ્વાસ મૂક્યો છે અને કેટલા સફળ કાર્યો, સારા કાર્યો આજે કર્યા છે.  મિત્રો આ પ્રમાણે કરવાથી આપણા મનમાં નકારાત્મક વિચારો ની માત્રા ઓછી થઈ જશે તેની નકારાત્મક અસર આપણા માઈન્ડમાં આપણા જીવનમાં અને આપણા આસપાસના વિશ્વમાં ઓછી થશે અથવા થશે નહિ. પરિણામે હકારાત્મક વિચારો ની માત્રા વધતી જશે પરિણામે આપણી આસપાસનું આપણું વિશ્વ આપણા વિચાર મુજબ ધીમે ધીમે રચાવાની શરૂઆત થશે અને જીંદગી જીવવાની પણ આપણને વધુ મજા આવશે અને આવતી કાલ ના દિવસનો આપણને વધારે ઇન્તજાર પણ રહેશે.

રેક પોસ્ટ અંત સુધી જરૂર વાંચવાની જરૂર છે.



Post a Comment

0 Comments