Type Here to Get Search Results !

VM 5 : 991 થી 999 વચ્ચેની સંખ્યાનો ગુણાકાર કરવાની સરળ રીત :

1

વૈદિક ગણિતમાં આપનું સ્વાગત છે.

રેક પોસ્ટ અંત સુધી જરૂર વાંચો.


991 થી 999 વચ્ચેની સંખ્યાનો ગુણાકાર કરવાની સરળ રીત :


મિત્રો, 991 થી 999 સુધીની સંખ્યા માટે આધાર તરીકે 1000 લઈશું.


ઉદાહરણ:: 1 સમજીશું.

999 × 998 = ?











 

999 × 998 = ?

સ્ટેપ 1- આધાર માં કેટલા ઓછા કે વધુ છે?
અહીં આધાર 1000 હોવાથી 999 માટે 1000માં 001 ઓછા છે જ્યારે 998 માટે 1000માં 002 ઓછા છે.


સ્ટેપ 2 - હવે આ બન્ને સંખ્યાનો ગુણાકાર લખો. એટલે કે 001 અને 002 નો ગુણાકાર 002 થાય છે.
આ ગુણાકાર જવાબ વાળા ભાગમાં જમણી બાજુ લખો. એટલે કે 002ને જવાબ વાળા ભાગમાં જમણી બાજુ લખો. 


સ્ટેપ 3 - 999 માંથી 2 બાદ કરો અથવા 998 માંથી 1 બાદ કરો. એટલે જવાબ 997 મળે છે.
આ 997ને, જવાબ વાળા ભાગમાં 002ની ડાબી બાજુએ લખો. એટલે કે 997ને 002ની આગળ લખો.

આમ, જવાબ 999×998 = 997002 આવે.

===============

ઉદાહરણ:: 2 સમજીશું.

998 × 996 = ?












 

998 × 996 = ?

સ્ટેપ 1- આધાર માં કેટલા ઓછા કે વધુ છે?
અહીં આધાર 1000 હોવાથી 998 માટે 1000માં 002 ઓછા છે જ્યારે 996 માટે 1000માં 004 ઓછા છે.


સ્ટેપ 2 - હવે આ બન્ને સંખ્યાનો ગુણાકાર લખો. એટલે કે 002 અને 004 નો ગુણાકાર 008 થાય છે.
આ ગુણાકાર જવાબ વાળા ભાગમાં જમણી બાજુ લખો. એટલે કે 008ને જવાબ વાળા ભાગમાં જમણી બાજુ લખો.
 

સ્ટેપ 3 - 998 માંથી 4 બાદ કરો અથવા 996 માંથી 2 બાદ કરો. એટલે જવાબ 994 મળે છે.
આ 994ને, જવાબ વાળા ભાગમાં 008ની ડાબી બાજુએ લખો. એટલે કે 994ને 008ની આગળ લખો.

આમ, જવાબ 999×998 = 994008 આવે.

===============

ઉદાહરણ:: 3 સમજીશું.

992 × 995 = ?














 

992 × 995 = ?

સ્ટેપ 1- આધાર માં કેટલા ઓછા કે વધુ છે?
અહીં આધાર 1000 હોવાથી 992 માટે 1000માં 008 ઓછા છે જ્યારે 995 માટે 1000માં 005 ઓછા છે.


સ્ટેપ 2 - હવે આ બન્ને સંખ્યાનો ગુણાકાર લખો. એટલે કે 008 અને 005 નો ગુણાકાર 040 થાય છે.
આ ગુણાકાર જવાબ વાળા ભાગમાં જમણી બાજુ લખો. એટલે કે 040ને જવાબ વાળા ભાગમાં જમણી બાજુ લખો. 


સ્ટેપ 3 - 992 માંથી 5 બાદ કરો અથવા 995 માંથી 8 બાદ કરો. એટલે જવાબ 987 મળે છે.
આ 987ને, જવાબ વાળા ભાગમાં 040ની ડાબી બાજુએ લખો. એટલે કે 987ને 040ની આગળ લખો.

આમ, જવાબ 999×998 = 987040 આવે.




===============

ઉદાહરણ:: 4 સમજીશું.

994 × 996 = ?














 

994 × 996 = ?

સ્ટેપ 1- આધાર માં કેટલા ઓછા કે વધુ છે?
અહીં આધાર 1000 હોવાથી 994 માટે 1000માં 006 ઓછા છે જ્યારે 996 માટે 1000માં 004 ઓછા છે.


સ્ટેપ 2 - હવે આ બન્ને સંખ્યાનો ગુણાકાર લખો. એટલે કે 006 અને 004 નો ગુણાકાર 024 થાય છે.
આ ગુણાકાર જવાબ વાળા ભાગમાં જમણી બાજુ લખો. એટલે કે 024ને જવાબ વાળા ભાગમાં જમણી બાજુ લખો. 


સ્ટેપ 3 - 994 માંથી 4 બાદ કરો અથવા 996 માંથી 6 બાદ કરો. એટલે જવાબ 990 મળે છે.
આ 990ને, જવાબ વાળા ભાગમાં 024ની ડાબી બાજુએ લખો. એટલે કે 990ને 024ની આગળ લખો.


આમ, જવાબ 999×998 = 990024 આવે.

===============

ઘરકામ:
VM501: 994×997 =?
VM502: 991×992 =?
VM503: 982×995 = ?
VM504: 982×992 = ?

તમારું નામ લખીને કૉમેન્ટ માં સાચા જવાબ અને પોસ્ટ કરવા વિનંતી.

====================

VM4 : પંચાત સંખ્યાનો વર્ગ કરવાની  સરળ રીત :  

VM3 : કોઈ પણ સંખ્યાનો 11 વડે ગુણાકાર કરવાની સરળ રીત :  

VM2: 99 વડે બે અંકની કોઈપણ સંખ્યાને ગુણવાની  સરળ રીત:  

VM1 : 91 થી 99 વચ્ચેની સંખ્યાનો ગુણાકાર કરવાની સરળ રીત :  

રેક પોસ્ટ અંત સુધી જરૂર વાંચવાની જરૂર છે.

આ પોસ્ટ તમારા મિત્રોને શેર કરજો, તેમને પણ ગમશે. ગણિતમાં રસ લેતા થશે.

⬆️ TOP 🔝

HOME 🏡

નોકરીના સમાચાર માટેનો બ્લોગ A blog for job news

#maths #mathsmania #vedicmaths #vedicmath #vedicmathematics #vedicmathsonline #vedicmathstutorials #vedicmathsclasses #vedicmathstricks #vedicmathsforumindia #vedicmathsindia #vedicmathematicsworkshop #vedicmathematicsmadeeasy #vedicmathstrainer #vedicmathsforkids #vedicmathschool #vedicmathsclass #icanhow #rpgtparivar #tutorspost #tutorspostdotblogspotdotcom #icanhowdotblogspotdotcom

 

 

Post a Comment

1 Comments
  1. 994 × 997 = 991018
    991 × 992 = 983072
    982 × 995 = 977090
    982 × 992 = 974144

    ReplyDelete
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.