Type Here to Get Search Results !

VM3 : કોઈ પણ સંખ્યાનો 11 વડે ગુણાકાર કરવાની સરળ રીત

0

નમસ્તે મિત્રો , આપ સૌ કુશળ છો. કુશળ રહો.

વૈદિક ગણિતમાં આપનું સ્વાગત છે

રેક પોસ્ટ અંત સુધી જરૂર વાંચો.

====================

વૈદિક ગણિત ક્લાસ:: 3

નોટ પેન વિના કોઈ પણ સંખ્યાનો 11 વડે મૌખિક ગુણાકાર કરવાની સરળ રીત વિશે આપણે સમજીશુ.

====================

ઉદાહરણ1:

ઉદાહરણ1:

23 × 11 માટે 

પગલું1::- એકમ નો અંક 3 છે જે જવાબમાં લખીશું.

પગલું2::- એકમ  અને દશક નાં અંક એટલે કે 2 અને  3 નો સરવાળો કરીશું જે 5 મળે છે.  આ 5 ને  જવાબમાં 3ની ડાબી બાજુ લખીશું.

પગલું3::- દશક નાં અંક એટલે કે 2 ને જવાબમાં 5ની ડાબી બાજુ લખીશું.

આમ, જવાબ 23 × 11 = 253 મળે છે.

====================

ઉદાહરણ2:

ઉદાહરણ2:

709 × 11 માટે 

પગલું1::- એકમ નો અંક 9 છે જે જવાબમાં લખીશું.

પગલું2::- એકમ  અને દશક નાં અંક એટલે કે 9 અને  0 નો સરવાળો કરીશું જે 9 મળે છે.  આ 9ને  જવાબમાં 9ની ડાબી બાજુ લખીશું.

પગલું3::- દશક અને શતકનાં અંક એટલે કે 0 અને 7 નો સરવાળો કરીશું જે 7 મળે છે. આ 7ને જવાબમાં 9 ને 9ની ડાબી બાજુ લખીશું.

પગલું4::- શતકનાં અંક એટલે કે 7 ને જવાબમાં 7ની ડાબી બાજુ લખીશું.

આમ, જવાબ 709 × 11 = 7799 મળે છે.

====================

ઉદાહરણ3:

ઉદાહરણ3:

1234 × 11 માટે 

પગલું1::- એકમ નો અંક 4 છે જે જવાબમાં લખીશું.

પગલું2::- એકમ  અને દશક સ્થાનમાંનાં અંક એટલે કે 4 અને  3 નો સરવાળો કરીશું જે 7 મળે છે.  આ 7ને  જવાબમાં 4ની ડાબી બાજુ લખીશું.

પગલું3::- દશક અને શતક સ્થાનમાંનાં અંક એટલે કે 2 અને 3નો સરવાળો કરીશું જે 5 મળે છે. આ 5ને જવાબમાં 7ની ડાબી બાજુ લખીશું.

પગલું4::- શતક અને હજાર સ્થાનમાંનાં અંક એટલે કે 2 અને 1નો સરવાળો કરીશું જે 3 મળે છે. આ 3ને જવાબમાં 5ની ડાબી બાજુ લખીશું.

પગલું4::- હજાર સ્થાનમાં રહેલા  અંક એટલે કે 1ને જવાબમાં 3ની ડાબી બાજુ લખીશું.

આમ, જવાબ 1234 × 11 = 13574 મળે છે

====================

ઉદાહરણ4:

ઉદાહરણ4:

57 × 11 માટે 

પગલું1::- એકમ નો અંક 7 છે જે જવાબમાં લખીશું.

પગલું2::- એકમ  અને દશક સ્થાનમાંનાં અંક એટલે કે 7 અને  5નો સરવાળો કરીશું જે 12 મળે છે.   આ 12માંથી આ 2ને  જવાબમાં 7ની ડાબી બાજુ લખીશું. 1ને વદી તરીકે વાપરીશું. માટે તેને વર્તુળમાં લખ્યું છે.

પગલું3::- દશક  સ્થાનમાંનાં અંક  અને વદી એટલે કે  5 અને 1નો સરવાળો કરીશું જે 6 મળે છે. આ 6ને જવાબમાં 2ની ડાબી બાજુ લખીશું.

આમ, જવાબ 57 × 11 = 627 મળે છે.

====================

ઉદાહરણ5:

ઉદાહરણ5:

567 × 11 માટે 

પગલું1::- એકમ નો અંક 7 છે જે જવાબમાં લખીશું.

પગલું2::- એકમ  અને દશક સ્થાનમાંનાં અંક એટલે કે 7 અને  6નો સરવાળો કરીશું જે 13 મળે છે.  આ 13માંથી આ 3ને  જવાબમાં 7ની ડાબી બાજુ લખીશું. 1ને વદી તરીકે વાપરીશું. માટે તેને વર્તુળમાં લખ્યું છે.

પગલું3::-  શતક અને દશક સ્થાનમાંનાં અંક એટલે કે 5 અને  6નો સરવાળો કરીશું જે 11 મળે છે.  આ 13માંથી આ 2ને  જવાબમાં 3ની ડાબી બાજુ લખીશું. 1ને વદી તરીકે વાપરીશું. માટે તેને વર્તુળમાં લખ્યું છે.

પગલું4::- દશક  સ્થાનમાંનાં અંક  અને વદી એટલે કે  5 અને 1નો સરવાળો કરીશું જે 6 મળે છે. આ 6ને જવાબમાં 2ની ડાબી બાજુ લખીશું.

આમ, જવાબ 567 × 11 = 6237 મળે છે.

====================

ઉદાહરણ6:

ઉદાહરણ6:

5678 × 11 માટે 

પગલું1::- એકમ નો અંક 8 છે જે જવાબમાં લખીશું.

પગલું2::- એકમ  અને દશક સ્થાનમાંનાં અંક એટલે કે 8 અને  7 નો સરવાળો કરીશું જે 15 મળે છે.  આ 15માંથી આ 5ને  જવાબમાં 8ની ડાબી બાજુ લખીશું. 1ને વદી તરીકે વાપરીશું. માટે તેને વર્તુળમાં લખ્યું છે.

પગલું3::-  શતક અને દશક સ્થાનમાંનાં અંક એટલે કે 6 અને  7નો સરવાળો કરીશું જે 13 મળે છે.  આ 13 અને વદી 1નો સરવાળો કરીશું જે 14 મળે છે. આ14માંથી  4ને જવાબમાં 5ની ડાબી બાજુ લખીશું. 1ને વદી તરીકે વાપરીશું. માટે તેને વર્તુળમાં લખ્યું છે.

પગલું4::-  શતક અને હજારના સ્થાનમાંનાં અંક  અને વદી એટલે કે  6 અને 5નો સરવાળો કરીશું જે 11 મળે છે. આ 11 અને વદી1 નો સરવાળો કરીશું જે 12 મળે છે. આ 12માંથી 2ને જવાબમાં 4ની ડાબી બાજુ લખીશું. 1ને વદી તરીકે વાપરીશું. માટે તેને વર્તુળમાં લખ્યું છે.

પગલું5::-  હજારના સ્થાનમાંનાં અંક  અને વદી એટલે કે  5 અને 1નો સરવાળો કરીશું જે 6 મળે છે. આ 6ને જવાબમાં 2ની ડાબી બાજુ લખીશું.


આમ, જવાબ 5678 × 11 = 62458 મળે છે.

====================

ઘરકામ:: 
VM301: 54 × 11
VM302: 405 × 11
VM303: 2345 × 11
VM304: 70809 × 11
VM305: 536 × 11
VM306: 406 × 11
VM307: 23452 × 11

તમારા નામ સાથે જવાબ કૉમેન્ટ બોકસમાં  પોસ્ટ કરો તેવી વિનંતી.
 

====================

આ પોસ્ટ તમારા મિત્રોને શેર કરજો, તેમને પણ ગમશે. ગણિતમાં રસ લેતા થશે.

રેક પોસ્ટ અંત સુધી જરૂર વાંચો.

#maths #mathsmania #vedicmaths #vedicmath #vedicmathematics #vedicmathsonline #vedicmathstutorials #vedicmathsclasses #vedicmathstricks #vedicmathsforumindia #vedicmathsindia #vedicmathematicsworkshop #vedicmathematicsmadeeasy #vedicmathstrainer #vedicmathsforkids #vedicmathschool #vedicmathsclass #icanhow #rpgtparivar #tutorspost #tutorspostdotblogspotdotcom #icanhowdotblogspotdotcom





Post a Comment

0 Comments