Type Here to Get Search Results !

I khedut - Gujarat

0

રેક પોસ્ટ અંત સુધી વાંચો. 

 Read every post till the end

ગુજરાત સરકાર દ્વારા વિવિધ વર્ગના લોકોના ઉત્કર્ષ માટે ઘણી યોજનાઓ ચાલે છે. તેનો લાભ મળવાથી લાભાર્થીનું જીવનધોરણ ઉચ્ચુ આવે છે. આવી અનેક યોજના પૈકી એક યોજના - માનવ કલ્યાણ યોજના છે ગુજરાત સરકાર શ્રી દ્વારા  માનવ કલ્યાણ યોજના ચાલે છે. આજે આપણે અહીં આ માનવ કલ્યાણ યોજના વિશે જાણકારી મેળવીશું. 

The Government of Gujarat runs many schemes for the upliftment of different classes of people. Benefiting from it raises the standard of living of the beneficiary. One such scheme is Manav Kalyan Yojana. Manav Kalyan Yojana is run by Government of Gujarat.  Today we will get information about this manav klayan yojana (human welfare scheme) here.

++++++++

સૌજન્ય :: https://ikhedut.gujarat.gov.in/ અને ઈન્ટરનેટ, સોશિયલ મીડિયા

++++++++++
*દરેક પોસ્ટ અંત સુધી જરૂર વાંચો, અમે માત્ર જાણકારી સમાચાર આપીએ છીએ.
Every post needs to be read till the end, we only give information news.

++++++++++

માળી તાલીમ યોજના

આયોજન કરનાર સંસ્થા :: સરકારશ્રીના બાગાયત વિભાગ દ્વારા અર્બન ગ્રીન મિશન કાર્યક્ર્મ અંતર્ગત યોજના




>> ઉદ્દેશ :: શહેરોમાં બાગાયતનો વ્યાપ વધારવાનો તથા યુવાનોમાં કૌશલ્યવર્ધન થકી રોજગારીની તકો ઊભી કરવાનો યોજનાનો ઉદ્દેશ

>> ક્યાં યોજાય રહ્યો છે કાર્યક્રમ ::  રાજ્ય સરકારના બાગાયત વિભાગ દ્વારા આઠ મહાનગરપાલિકા વિસ્તારમાં 'માળી તાલીમ યોજના' અમલમાં મૂકવામાં આવી છે.



>> તાલીમ સમય ગાળો ::  ત્રણ દિવસીય

>> સ્ટાઇપેન્ડ :: તાલીમાર્થીઓને રૂ.૨૫૦ પ્રતિ દિન લેખે વૃતિકા (સ્ટાઇપેન્ડ) ચૂકવવામાં આવશે.

>> વિશેષ લાભ :: તાલીમાર્થીઓને રૂ. ૧૫૦૦ની મર્યાદામાં ગાર્ડન ટૂલ  કિટ પણ આપવામાં આવશે. 

>> તાલીમાર્થીઓની ઉંમર ૧૮થી ૪૫ વર્ષ હોવી જરૂરી છે. 

>> અધિકૃત વેબસાઈટ :: www.ikhedut.gujarat.gov.in

>> ક્યાં સંપર્ક કરશો ? ::
અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારમાં 'માળી તાલીમ યોજના' અંગે વધુ માહિતી માટે મદદનીશ બાગાયત નિયામકની કચેરીનો બેરેક નં-૨, પોલીટેકનિક કંપાઉન્ડ, આંબાવાડી, અમદાવાદ ખાતે સંપર્ક કરી શકાશે.

>> મદદનીશ બાગાયત નિયામકની કચેરીનો સંપર્ક નંબર ૦૭૯-૨૬૩૦૭૩૧૬ છે.

>> વધુ માહિતી માટે નીચેની લિંક પર ક્લીક કરો.
www.ikhedut.gujarat.gov.in


>> અંતિમ તારીખ :: યોજનાનો લાભ લેવા માટે ૧૮ ઓગસ્ટ સુધી આઇ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે.

************

બાગાયતી પાકના પ્રોસેસીંગના નવા યુનિટ માટે સહાય

મળવાપાત્ર સહાય :: 
ખર્ચના ૭૫ ટકા અથવા યુનિટ દીઠ રૂ. ૧.૦૦ લાખ બે માંથી જે ઓછુ હોય તેટલી સહાય મળવાપાત્ર થશે

કોણ લાભ લઈ શકે છે? 
વ્યક્તિ, ખેડુત, ઉત્પાદક ખેડુત જૂથ, સહકારી સંસ્થા કે કોર્પોરેટ સેકટરને યોજનાનો લાભ મળવાપત્ર રહેશે. 

શું ખરીદી શકાય છે?
બોઇલર, કટર, ડ્રાયર,પેકીંગ મશીન વિગેરે સાધનો ખરીદવાના રહેશે.

કેટલી વાર લાભ લઈ શકાય છે?
આજીવન એક વખત 

યોજનાની અંતિમ તારિખ::
31/12/2022 સુધી

અધિકૃત વેબસાઈટ :: 


+++++++++

કમલમ ( ડ્રેગન ફ્રૂટ)ના વાવેતર માટે સહાય કાર્યક્રમ 








































કમલમ ( ડ્રેગન ફ્રૂટ)
ના વાવેતર માટે સહાય કાર્યક્રમ 
++++++++

+++++

ડેરી ફાર્મ સહાય યોજના 2022 
































> મળવાપાત્ર લાભ નીચે મુજબ હોઈ શકે છે. :

1. 
પશુઓની ખરીદી માટે બેંક દ્વારા કરેલ ધિરાણ અથવા નાબાર્ડ દ્વારા નિયત થયેલ યુનિટ કોસ્ટ બંન્નેમાંથી જે ઓછી રકમ હોય તેના ૭.૫ % વ્યાજ સહાય પાંચ વર્ષ સુધી મળવાપાત્ર થશે.
2. 
નિયત માપદંડ મુજબ થયેલ ડેરી ફાર્મના બાંધકામના ખર્ચના ૫૦% અથવા મહત્તમ રૂ. ૫,૦૦,૦૦૦ (પાંચ લાખ) બંન્નેમાંથી જે ઓછી હોય તે રકમ સહાય રૂપે મળવાપાત્ર થશે.
3.
પશુપાલકે પશુઓનો ત્રણ વર્ષનો વિમો એક સાથે લેવાનો રહેશે, જે માટે પશુ વિમાની રકમના યુનીટ કોસ્ટ (રૂ. ૨,૪૦,૦૦૦)ના ૭૫% લેખે મહત્તમ રૂ. ૧૮૦,૦૦૦/- મુજબ સહાય મળવાપાત્ર રહેશે.
4.
ઇલેક્ટ્રિક ચાફકટર પર યુનિટ કોસ્ટ (રૂ. ૪૦,૦૦૦)ના ૭૫% લેખે રૂ. ૩૦,૦૦૦, ફોગર યુનીટ માટે (રૂ. ૩૦,૦૦૦/-)ના ૭૫% લેખે મહત્તમ રૂ. ૨૨,૫૦૦/- અને મિલ્કીંગ મશીન પર યુનિટ કોસ્ટ (રૂ. ૭૫,૦૦૦)ના ૭૫% લેખે મહત્તમ રૂ. ૫૬,૨૫૦/- સહાય રૂપે મળવાપાત્ર રહેશે.

૧૨ દૂધાળા પશુના ડેરી ફાર્મ સ્થાપનાની સહાય યોજના માટે ના લાભ:

૧૨ દુધાળા પશુઓની ખરીદી માટે 
- મેળવેલ બેંક ધિરાણ પર ૫ (પાંચ) વર્ષ સુધી સામાન્ય કેટેગરીના લાભાર્થીઓને ૭.૫ % વ્યાજ સહાય, તથા મહિલા, અનુ.જાતિ અને અનુ.જનજાતિ લાભાર્થીઓને ૮.૫% વ્યાજ સહાય, ગીર / કાંકરેજ માટે મહત્તમ ૧૨ % વ્યાજ સહાય મળશે.

- કેટલશેડના બાંધકામ પર ૫૦ % મહત્તમ રૂ.૧.૫૦ લાખ સહાય, ગીર / કાંકરેજ માટે ૭૫% મહત્તમ રૂ. ૨.૨૫ લાખ સહાય મળશે.

- પશુઓના સળંગ ત્રણ વર્ષના વિમાના પ્રિમિયમ પર ૭૫% મહત્તમ રૂ.૪૩,૨૦૦/- ની સહાય, ગીર / કાંકરેજ પર ૯૦% મહત્તમ રૂ. ૫૧,૮૪૦/- સહાય મળશે.

- ઇલેક્ટ્રિક ચાફકટર, ફોગર સીસ્ટમ અને મિલ્કીંગ મશીન પર યુનિટ કોસ્ટના ૭૫% લેખે અનુક્રમે મહત્તમ રૂ. ૧૮,૦૦૦/-, રૂ. ૯,૦૦૦/-, અને રૂ. ૩૩,૭૫૦/- સહાય તથા ગીર / કાંકરેજ માટે યુનિટ કોસ્ટના ૯૦% લેખે અનુક્રમે મહત્તમ રૂ. ૨૧,૬૦૦/-, રૂ. ૧૦,૮૦૦/- અને રૂ. ૪૦,૫૦૦/- સહાય મળશે.

 તમે ડેરી ફાર્મ સહાય યોજના લાભ લેવા માંગતા હોવતો નીચે આપેલ પાત્રતા હોવી જરૂરી છે.

● અરજી કરનાર વ્યક્તિ ગુજરાત રાજ્યનો હોવો જોઈએ.

● આ યોજના થકી વ્યાજ સહાય મેળવવા માટે વર્ષ ૨૦૨૨-૨૩માં જ ધિરાણ (લોન) લીધેલ હોવી જોઈએ.

● આ યોજનાનો લાભ મેળવવા પશુપાલકે/સ્વસહાય જૂથે રિઝર્વ બેન્ક માન્ય નાણાંકિય સંસ્થા/બેન્ક માંથી ધિરાણ અંગેની મંજુરી મેળવ્યા બાદ જ i-khedut (આઇ ખેડૂત) પોર્ટલ પર અરજી કરવાની રહેશે.

Required Documents
આ યોજનાનો લાભ લેવા માટે નીચે આપેલા ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે.

☛ આધારકાર્ડ

☛ બેંક ખાતાની પાસ બુક

☛ જાતિનો દાખલો

☛ રેશનકાર્ડ

☛ મોબાઈલ નંબર

☛ 7/12 ની જમીન ઉતારા

☛ જો અરજદાર ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું સર્ટિફિકેટ (લાગુ પડતું હોય તો જ)

☛ જો અરજદાર લાભાર્થી જો ટ્રાઈબલ વિસ્તારના હોય તો વન અધિકાર પત્રની નકલ (લાગુ પડતું હોય તો જ)

☛ ખેતીના 7-12 અને 8-અ જમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખેડૂતના સંમતિપત્રક (લાગુ પડતું હોય તો જ)

☛ અરજદાર ખેડૂત જો સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો જ)

☛ અરજદાર ખેડૂત જો દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)

સૌપ્રથમ લાભાર્થીએ https://ikhedut.gujarat.gov.in/ વેબસાઈટ ખોલવી. ત્યારબાદ “યોજના” પર ક્લિક કરવું.
પછી ક્રમ નંબર-3 પર “પશુપાલનની યોજના” ખોલવાની રહેશે.
જેમાં હાલની સ્થિતિએ ક્રમ નંબર—7/9 પર અનુક્રમે “સ્વરોજગારી હેતુસર ૫૦ દુધાળા પશુઓ (કાંકરેજ અને ગીર ગાય)ના ડેરી ફાર્મની સ્થાપના માટે સહાયની યોજના”/ “સ્વરોજગારીના હેતુ પશુપાલન વ્યવસાય માટે ૧૨ દૂધાળા પશુના ડેરી ફાર્મ સ્થાપનાની સહાય યોજના” બતાવશે.
જેના પર ક્લિક કરીને આગળ New Page ખોલવાનું રહેશે.
હવે તમને પૂછવામાં આવશે કે તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો “હા” અને નથી કર્યું તો “ના” કરવાનું રહેશે.
ખેડૂત તરીકે અગાઉ રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image નાખીને અરજી કરવાની રહેશે.
લાભાર્થીએ આઈ ખેડૂત પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ‘ના’ સિલેકટ કરવું.
હવે “પશુપાલનની યોજના” નું ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ ખૂલશે. જેમાં પોતાની સંપૂર્ણ માહિતી ભર્યા બાદ અરજી સેવ બટન પર ક્લિક કરો.
ત્યાર બાદ ફરીથી ભરેલી વિગતો ચેક કરીને Application Confirm કરવાની રહેશે. એક વાર અરજી કન્‍ફર્મ થયા બાદ અરજીમાં કોઈ સુધારો કે વધારો થશે નહિં તેની નોંધ લેવી.
લાભાર્થીએ ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજીના આધારે પ્રિ‍ન્‍ટ મેળવી શકશે. પ્રિન્‍ટ મેળવ્યા બાદ સહી-સિક્કા કરાવવાના રહેશે.
છેલ્લે,લાભાર્થીએ ikhedut Portal પર માંગ્યા મુજબના Document અપલોડ કરવાના રહેશે.

અંતિમ તારીખ:: 31.07.2022


+++++++


છત્રી શેડ સહાય યોજના ગુજરાત 2022: 

ikhedut Gujarat – Application ખેડૂત સહાય ઓનલાઈન – ખેતી અને ખેડૂતો માટેનું વેબ પોર્ટલ ikhedut ગુજરાત એ કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ, ગુજરાત સરકાર માટેનું એક ઓનલાઈન પોર્ટલ છે.

> ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતી તમામ યોજનાઓની માહિતી માટે ગુજરાત ikhedut પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે.  ગુજરાત રાજ્ય માટે કૃષિ, પશુપાલન, બાગાયત, મત્સ્યોદ્યોગ, જમીન અને

 > ક્યારે અરજી કરી શકાય ? : iKhedut પોર્ટલ પર જે તે સમયે ઉપલબ્ધ યોજનાઓ માટે કોઈપણ અરજી કરી શકે છે.


> અરજીની પાત્રતા :  જે નિયુક્ત અધિકારી દ્વારા સ્થળ નિરીક્ષણ અથવા રેકોર્ડની મેન્યુઅલ ચકાસણીના આધારે નક્કી કરવામાં આવે છે.


> કોણ મંજૂર કરે ? : પૂર્વ-મંજૂર અધિકારી અરજીઓને પૂર્વ-મંજૂર કરે છે. ચકાસણીની કામગીરી પણ સંપૂર્ણ સાઈટ-ચેકિંગ/રેકર્ડ-ચેકિંગ પછી સંપૂર્ણ રીતે કરવામાં આવે છે. પ્રી-એપ્રુવલ ઓર્ડર અને પેમેન્ટ ઓર્ડર પર સક્ષમ અધિકારી દ્વારા સહી કરવામાં આવે છે.

 જળ સંરક્ષણ યોજનાઓ ઉપલબ્ધ છે.

>> અત્યારે ચાલુ યોજના : મફત છત્રી શેડ યોજના ગુજરાત 2022


મફત છત્રી શેડ યોજના ગુજરાત 2022 માટે કેવી રીતે અરજી કરવી

 i-khedut પોર્ટલ પર એક કરતાં વધુ સ્કીમ આપવામાં આવે છે.  ઓનલાઈન અરજી કરવા માટે તમારે જે પગલાંઓ અનુસરવા પડશે તે અહીં આપેલ છે સૌ પ્રથમ Ikhedut પોર્ટલની અધિકૃત વેબસાઈટની મુલાકાત લો:




નીચે બતાવેલ ઈમેજ મુજબ આગળ વધો.













































અરજી કરવા અહી ક્લિક કરો :

> તમારા તમામ ગ્રુપમાં શેર જરૂર કરો જેથી દરેકને આ સહાયનો લાભ મળે.

HOME 🏡

નોકરીના સમાચાર માટેનો બ્લોગ A blog for job news

 


 


 

Post a Comment

0 Comments