Type Here to Get Search Results !

રસી આપણા શરીરમાં કેવી રીતે અસર કરે છે?

1

માનનીય સભ્યો,

*સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર દ્વારા  Blood Donation 🩸કેમ્પ તથા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી ફ્રી કૉવીડ-૧૯ બુસ્ટર ડોઝ / પ્રથમ ડોઝ / બીજો ડોઝ* રસીકરણ કેમ્પનું આયોજન કરેલ છે.  


તારીખ : ૩૦/૦૭/૨૦૨૨ – શનિવાર 

સમય  : ૧૦:૦૦ AM  થી ૩:૩૦ PM 

*સ્થળ  : શ્રી હર્ષદરાય એમ.પરીખ કૉમ્યુનિટી હોલ ( બારગામ દશાનાગર વાડી ),* પ્રકાશ નગર બસ સ્ટેન્ડ પાસે, જવાહર ચોક, મણિનગર અમદાવાદ


૧) *કૉવીડ વેક્સિનના બુસ્ટર ડોઝ માટે ૧૮ વર્ષથી વધુ અને ૨ ડોઝ પુરા થયાના ૬ મહિના થવા હોવા જરૂરી છે.*

૨) *કૉવીડ વેક્સિનના બીજા ડોઝ માટે ૮૪ દિવસ પુરા થવા જરૂરી છે .*

૩) *કૉવીડ વેક્સિનના પ્રથમ ડોઝ માટે બાળકની ઉમર ૧૫ વર્ષથી વધુ હોવી જરૂરી છે*

૪) *આધારકાર્ડ લાવવું જરૂરી રહેશે*

*રજીસ્ટ્રેશન લિંક*

 svvp કાર્યાલય – *9624696464*

રેક પોસ્ટ અંત સુધી જરૂર વાંચવાની જરૂર છે.

+++ + +++

રસી આપણા શરીરમાં કેવી રીતે અસર કરે છે?


નમસ્કાર મિત્રો, કેમ છો બધા?


મિત્રો અત્યારે દુનિયા એક ગંભીર પરિસ્થિતિ સામે લડી રહી છે. એટલે કે કોરોના નામની તબાહી સામે લડી રહી છે.


જે રીતે ગંભીર પરિસ્થિતિમાં પણ ભગવાન આપણી સાથે હોય છે, તે રીતે હાલની આ વિકટ પરિસ્થિતિમાં ડોક્ટર, સ્વાસ્થ્ય કર્મચારીઓ, પોલીસ જવાનો અને બીજા ઘણા સેવાભાવી નાગરિકો પોતાના જીવના જોખમે પણ આપણા દેશ તથા દુનિયાની સેવા કરી રહ્યા છે. મદદ કરી રહ્યા છે.


આ કોરોના મહામારીને ફેલાતી અટકાવવાના કેટલાક ઉપાય પણ છે.

જેમકે માસ્ક પહેરવું, સેનેટાઈઝરનો ઉપયોગ કરવો, ભીડવાળા વિસ્તારોમાં ન જવું, ભૂખ્યા પેટે ન રહેવું, શરદી તાવ આવે તો ડોક્ટરની સલાહ લેવી વગેરે.


પણ પોતાના તથા દુનિયાના હિત માટે આ સંક્રમણને રોકવા માટે સૌથી મહત્ત્વનો રસ્તો છે, તે છે રસી લેવી.


મિત્રો, તમે બધાએ રસી તો લીધી જ હશે. પણ શું તમે જાણો છો આ રસી આપણા શરીરમાં શું કાર્ય કરે છે? કેવી રીતે અસર કરે છે? કોરોના વાયરસને શરીરમાં ફેલાતો કેવી રીતે અટકાવે છે?


તો આજે આપણે સરળ ભાષામાં જાણીશું કે રસી આપણા શરીરમાં કાર્ય શું કરે છે.


જો આ રસી શરીરમાં જઈને શું કરે છે તે સમજવું હોય, તો પહેલા વાયરસ શરીરમાં કેવી રીતે દાખલ થાય છે અને કેવી રીતે પોતાના જેવા બીજા વાયરસ બનાવે છે તે જાણવું પડે. આ ટોપીક વિશે અગાઉ પોસ્ટ કરેલ છે. 

જો તમે ના જાણતાં હોય તો આ જાણવા માટે અહીં નીચે લાલ કલરમાં આપેલ લીંક પર ક્લિક કરો.


કોરોના વાયરસ આપણા શરીરમાં કેવી રીતે પ્રવેશ કરે છે? આપણા શરીરમાં કેવી રીતે વધીને ફેલાય છે?


જે પ્રમાણે આપણે અગાઉ જાણ્યું હતું તેમ વાયરસ પોતાના RNA રીબોઝોમ્સને આપીને રીબોઝોમ્સની મદદથી બીજા વાયરસ બનાવે છે. અને આ રીતે શરીરમાં કોરોનાવાયરસની સંખ્યા વધતી જાય છે.


જે રીતે આપણા શહેરમાં કોઇ ગુનો થાય એટલે પોલીસ કાર્ય કરવા લાગે છે. તે પ્રમાણે આપણા શરીરમાં પોલીસનું કામ કરે છે એન્ટિબોડી.



તો હવે આ એન્ટિબોડી ખરેખર શું કાર્ય કરે છે? તે આપણે સમજીએ.


કોરોના વાયરસનું શરીર બે ભાગનું બનેલું હોય છે. જેમાં બહારનો ભાગ છે તે પ્રોટીનનું સ્તર હોય છે અને આ સ્તરની અંદર RNA હોય છે. આ RNAની અંદર વાયરસને કેવી રીતે બનાવવાનો તેની માહિતી હોય છે. કોરોના વાયરસની બહારના ભાગમાં કાંટા જેવી રચના હોય છે. જેને સ્પાઇક પ્રોટીન કહે છે. આ સ્પાઇક પ્રોટીન કોષ પર આવેલા રીસેપ્ટર્સમાં ઘૂસી જાય છે અને આ રીતે કોષમાં વાયરસ પ્રવેશ કરે છે.









એન્ટીબોડી એ Y આકારના પ્રોટીન છે. આ Y આકારના પ્રોટીન કોરોના વાયરસના સ્પાઇક પ્રોટીન પર ઊંધા ગોઠવાઈ જાય છે. જેથી સ્પાઇક પ્રોટીન કોષ ઉપરના રીસેપ્ટર્સમાં ના ઘૂસી શકે અને વાયરસ કોષમાં પ્રવેશ ના કરી શકે. જેથી કોષનું વાયરસ સામે રક્ષણ થાય છે.



રસીનું કામ:


રસીનું કામ છે કે શરીરમાં કોરોના વાયરસનું ઇન્ફેકશન થાય એની પહેલા જ શરીરમાં વાયરસ સામે લડી શકે તે પ્રકારના એન્ટિબોડી ઉભા કરી દેવા.


2019, ડિસેમ્બરમાં જ્યારે ચીનના વુહાનમાં કોરોના સંક્રમણ ચાલુ થયું તેના એકાદ મહિનામાં જ ચીનના વૈજ્ઞાનિકોએ કોરોના વાયરસનો અભ્યાસ કરી એના જિનેટિક કોડ આખી દુનિયાના બધા જ દેશોને મોકલી દીધા. જીનેટીક કોડનો મતલબ કોરોના વાયરસનો આકાર અને ડિઝાઇન વિશેની માહિતી.


વૈજ્ઞાનિકોએ જીનેટીક કોડનો મહિનાઓ સુધી અભ્યાસ કર્યો અને વિશિષ્ટ પ્રકારનો DNA બનાવ્યો. આ DNAને m-RNA (મેસેન્જર RNA) પણ કહેવામાં આવે છે. આ m-RNA માં કેટલીક માહિતી લખેલી હોય છે. જે રસીકરણ વડે મનુષ્યના શરીરમાં દાખલ કરવામાં આવે છે.


વૈજ્ઞાનિકોએ આ m-RNAને "લિપિડ નેનો પાર્ટીકલ" નામના કેપ્સ્યુલમાં ભરી દીધું અને ઇન્જેક્શન વડે લોકોના શરીરમાં દાખલ કરવાનું શરૂ કર્યું. આને વેક્સિનેશન કહે છે.


આ કેપ્સ્યુલ કોષની બહાર જઈને ઊભી રહી જાય છે અને તેમાં રહેલો m-RNA કોષ માં દાખલ થઈ જાય છે. આ m-RNA રીબોઝોમ્સ પાસે જાય છે અને પોતાની સૂચના રીબોઝોમ્સને આપે છે.


આ m-RNA રીબોઝોમ્સને એવી સૂચના આપે છે કે તું અત્યારે બીજા કામ મૂકી દે અને કોરોના વાયરસમાં રહેલા સ્પાઇક પ્રોટીન જેવા આકારના પ્રોટીન બનાવવા માંડ. આ સ્પાઇક પ્રોટીનનું કદ અને માહિતી m-RNAમાં હોય છે.


પરિણામે રીબોઝોમ્સ સ્પાઇક પ્રોટીન જેવા પ્રોટીન બનાવવાનું શરૂ કરી દે છે. દરેક કોષમાં તૈયાર થયેલો સ્પાઇક પ્રોટીન કોષની બહાર સિગ્નલ ટાવરની જેમ ગોઠવાઈ જાય છે.


જે રીતે આપણા શહેરમાં ગુના વધી જાય તો, તેની ખબર પોલીસ ને પડી જાય છે. તે રીતે આપણી ઇમ્યુન સિસ્ટમને આ બીજા જ પ્રકારનો ખોટો પ્રોટીન બનવાની જાણ થઈ જાય છે.


જે રીતે શહેરમાં રક્ષક દળની જુદી-જુદી બ્રાન્ચ હોય છે. જેમ કે પોલીસ, બીએસએફ, આર્મી, નેવી વગેરે.

તે પ્રમાણે આ ખોટા પ્રોટીન સામે લડવા માટે ઇમ્યુન સિસ્ટમ જુદા જુદા રક્ષકો ઉભા કરે છે. જેવા કે T-સેલ, B-સેલ, મેક્રોફેજીસ વગેરે જેવા સેલનો સમાવેશ થાય છે.


આ સેલનું સૌથી પહેલું કામ એ છે કે તેઓ પ્લાઝમા બનાવે છે. પ્લાઝમા શરીરમાં એન્ટીબોડી બનાવે છે. આ એન્ટીબોડી કોરોના વાયરસના સ્પાઇક પ્રોટીન પર ગોઠવાઈ જાય છે. જેથી તેઓ કોષમાં પ્રવેશી શકતા નથી અને ઈન્ફેક્શન કરી શકતા નથી.


આ સેલનું બીજું કામ છે ગ્રેન્ઝાઇન્સ બનાવવાનું. આ ગ્રેન્ઝાઇન્સ જે કોષો પહેલાથી કોરોના વાયરસથી ચેપગ્રસ્ત થઈ ગયા છે તેવા ખરાબ કોષોનો નાશ કરી દે છે.


રસી વડે બનતા સેલ્સનું સૌથી મહત્ત્વનું કામ છે મેમરી સેલ્સ બનાવવાનું.


જે રીતે પોલીસ ગુનાની નોંધ કરી લે છે, FIR બનાવી લે છે. તે રીતે આ મેમરી સેલ્સ કોરોના વાયરસના સ્પાઇક પ્રોટીનના આકાર, કદ વિશે માહિતી નોંધી લે છે.


આથી, ફરીથી આવા આકારના સ્પાઇક પ્રોટીન શરીરમાં દાખલ થાય તો કયા પ્રકારના એન્ટીબોડી બનાવવા તે આપણા શરીરને જાણ થઈ જાય છે.


રસી લીધા પછી આ એન્ટીબોડી બનવાની પ્રક્રિયા લગભગ બે દિવસ સુધી ચાલે છે. જેથી આપણને એક-બે દિવસ તાવ આવે છે. એકવાર આ પ્રક્રિયા થઈ જાય ત્યારબાદ આપણા શરીરની ઈમ્યુન સિસ્ટમ કોરોના વાયરસ સામે લડવા માટે તૈયાર થઈ જાય છે.


એટલે એવું નથી કે રસી લીધા પછી કોરોના ના થઈ શકે. પરંતુ રસી લીધા બાદ આપણા શરીરની ઈમ્યૂન સિસ્ટમને ખબર પડી જાય છે કે આ પ્રકારના વાયરસ સામે કઈ રીતે લડવાનું છે. કયા શસ્ત્રો વાપરવાના છે. આથી તમે ઝડપથી સાજા થઇ જાવ છો.


આ પ્રમાણે રસી લેવાથી કોરોના વાયરસ વડે ઇન્ફેક્શન ઓછું ફેલાય છે અને ઝડપથી સ્વસ્થ થઈ જવાય છે.


~~~~~~~~~~~~~~~~~~~~

મિત્રો, માહિતી ગમી હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવો.

~~~~~~~~~~~~~~~~~~~~


બીજું નવું કંઇક જાણવા માટે નીચેની લીંક પર ક્લિક કરો.


દાંત અને દાતણ વિશે.


કોઈ પણ સંખ્યાને 11 સાથે ગુણાકાર કરવાની ટુંકી રીત


~~~~~~~~~~~~~~~~~~~~

રેક પોસ્ટ અંત સુધી જરૂર વાંચવાની જરૂર છે.

⬆️ TOP 🔝

HOME 🏡

નોકરીના સમાચાર માટેનો બ્લોગ A blog for job news



Tags

Post a Comment

1 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.