Type Here to Get Search Results !

When surrounded by fire in buildings like house, hotel, mall, keep the following precautions...

0

રેક પોસ્ટ અંત સુધી વાંચો. 

 Read every post till the end.

જન હિતમા જારી...

Issued in public interest...

સમાચાર પત્ર અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયામાં અવારનવાર સમાચાર આવે છે .... આગ લાગી ... આટલા લોકો ફસાયા ... લોકો ધુમાડાને કારણે મુશ્કેલીમાં મુકાયા વગેરે. આ સ્થિતિમાં કેવી રીતે બચવું તે જાણવું જરૂરી છે.

There are frequent news in news paper and electronic media .... fire broke out ... so many people trapped ... people got into trouble due to smoke etc. It is important to know how to avoid this situation.



લોકોમા “આગમાં ફસાયા હોઇ ત્યારેે બચવા માટે શું કરવું તે અંગે  જાગૃતિ છે." તે હેતુથી પોસ્ટ કરવામા આવ્યુ છે. 

*શિષ્યવૃત્તિ, રોજગારી, સરકારી સહાય વગેરે વિશેના સમાચારની કોમ્યુનીટીમાં જોડાવો - એ પણ ગુજરાતીમાં અને નિશુલ્ક*


It is posted with the intention that people are "aware of what to do to escape when caught in a fire."

ઘર,હૉટેલ,મૉલ જેવી બિલ્ડીંગની આગમા ઘેરાઇ જાઓ ત્યારે નીચેની તકેદારી રાખો.

When surrounded by fire in buildings like house, hotel, mall, keep the following precautions.



(૧) સળગતી આગમા ઘેરાઇ જાઓ ત્યારે સૌથી પહેલી અને સૌથી અગત્યની બાબત એ છે કે રઘવાયા ( પેનિક ) ના થઇ જાઓ બલ્કી તરત દિમાગ ચલાવીને બચવાના પ્રયાસો વિશે વિચારી લો. રઘવાયા થવાથી તમારા કાર્યક્ષમ નિર્ણયોના બદલે તમે અવળો નિર્ણય લઇ બેશો એની પૂરી શક્યતા છે.

(1) When surrounded by a burning fire, the first and most important thing is not to panic but immediately think about escape attempts.  There is a high possibility that you will take bad decisions instead of your efficient decisions due to anger.

૨) તરત જ નજીકના નિકાસ દ્વાર સુધી પહોંચો. નિકાસ દ્વાર પર જ જો આગ લાગી હોય તો તેનાથી દૂરના દરવાજા-બારીનો ઑપ્શન વિચારી લો.

2) Immediately reach the nearest export gate. If there is a fire at the exit door itself, consider the option of a door-window away from it.

(૩) પાણીની સગવડ ઉપલબ્ધ હોય તો સમગ્ર કપડા પલાળીને ભીના થઇ જાઓ જેથી આગમાં જલવાની શક્યતા ને ઘટાડી શકાય. ભીના રૂમાલ / દુપટ્ટાને મોઢા આગળ વિંટાળી લો જેથી માથું સલામત રહી શકે અને ભીના રૂમાલ દ્વારા શ્વાસ લેવાથી ધુમાડો શ્વાસમા આવી જવાની ઘટનાથી બચી શકો. 

(3) If water facility is available, soak all the clothes and get wet so as to reduce the possibility of burning in fire. Wrap a wet handkerchief / dupatta in front of the face to protect the head and prevent smoke inhalation by breathing through the wet handkerchief.

(૪) આગની દુર્ઘટના વખતે લોકો આગ થી નહીં પણ ધુમાડાથી બેહોશ થઇને વધુ મરે છે. તેથી રૂમમા ફેલાયેલા ધુમાડાથી બચવા જમીન સરસા પડી જાઓ. ધુમાડો હંમેશા રૂમમા ઉપર તરફ ઘેરાયેલો હોય છે. ફ્લોર લેવલે તમને જરા વધુ શ્વાસ લેવાની શક્યતા મળશે. મગરની જેમ ક્રાઉલીંગ કરતા જઇને નિકાસ દ્વાર તરફ જાઓ. 

(4) During a fire disaster, people die more due to fainting from smoke than from fire. So get down on the ground to avoid the smoke spreading in the room. Smoke is always surrounded upwards in the room. Floor level will give you a bit more breathing room. Go crawling like a crocodile to the exit gate.

(૫) ઘર મા / હોટલ મા હો તો બાથરૂમ તરફ જાઓ. શાવર અને ઍક્ઝોસ્ટ ફેન ચાલુ રાખો. બાથટબ હોય તો તેને પાણીથી પુરૂ ભરી દો જે તમને આગની જ્વાળાથી બચાવશે.

(5) Go to the bathroom if you are at home / hotel. Turn on the shower and exhaust fan. If you have a bathtub, fill it with water to protect you from the flames.

(૬) અગ્નિશામન સાધનો/ ફાયર એક્સ્ટીંગ્વીશર વાપરતા ના આવડતું હોયતો તેનાથી આગ ઓલવવાના પ્રયત્નમા સમય ના બગાડો, પણ જલ્દી તે આગવાળી જગ્યા છોડી દો.

(6) Do not waste time in trying to extinguish the fire with fire extinguishers / fire extinguishers if you are not able to use them, but leave the fire area as soon as possible.

(૭) લિફ્ટ નહીં પણ સીડીનો ઉપયોગ કરો એ તો સૌથી વધુ કોમન સૂચના છે પરંતું યાદ રાખો કે ચાલુ આગમાં જેમ બને તેમ નીચેના ફ્લૉર પર જાઓ. ગ્રાઉન્ડ ફ્લૉર તરફ જવાથી બચવાના ચાન્સ વધુ રહે છે કારણકે ઉપરના માળ તરફ જવાથી તો આગની જ્વાળાઓ અને ધુમાડો વધુ ને વધુ ઉપર ના માળે ફેલાશે.

(7) Use the stairs and not the lift is the most common instruction but remember to go to the lower floor whenever possible in an ongoing fire. Going towards the ground floor gives a better chance of survival as going towards the upper floors will spread the flames and smoke more and more to the upper floors.

(૮) દરવાજો/બારી ખોલતા પહેલા ચોક્કસ થાઓ કે તેની પાછળ આગ લાગી નથી, અને પાછળ ધુમાડો નથી. કદાચ એવું બને કે દરવાજો/બારી ખોલતાવેંત આગની લપકતી જ્વાળા અથવા ધુમાડો અંદર ધસી આવે.આવા સંજોગોમા ધુમાડો અંદર ના પ્રસરે તે માટે દરવાજા ની નીચેની ફાટમા પગલૂંછણીયું, કપડાં કે ન્યુઝપેપર ભરાવીને ફાટ પૂરી દો. 

(8) Before opening the door/window make sure that there is no fire behind it, and there is no smoke behind it. It may happen that while opening the door / window, flickering flames or smoke rushes in. In such cases, fill the crack under the door with a cloth, cloth or newspaper to prevent the smoke from entering.

(૯) પાટિયા, દોરડા, કપડાં, ચાદર,પડદા, દુપટ્ટા જેવા જે હાથ લાગે તે સાધનોથી લટકીને નીચેના માળ/સલામત જગ્યા તરફ જવાની કોશિષ કરો. બિલ્ડીંગમા ફીટ કરેલી પાણી/ગટર ની પાઇપલાઇન પકડીને સાવચેતીથી સલામત સ્થળે સરકવાની કોશિષ કરો.

(9) Try to get to the lower floor / safe space by hanging on to whatever equipment is available like planks, ropes, clothes, sheets, curtains, dupatta. Grab hold of the water / sewerage pipeline fitted to the building and try to slide carefully to safety.


આગમાં ફસાયા હોઇ ત્યારેે બચવા માટે શું કરવું તે અંગે આ વાંચી રાખવા સારા...ચેતતો નર સદા સુખી! 

Read this on what to do to escape when caught in a fire...the alert man is always happy!

અનુભવ, તાલીમ પરથી આ લેખ લખવામાં આવ્યો છે.

This article is written from experience, training.

આભાર અને સૌજન્ય :: ઇન્ટરનેટ, સોશિયલ મીડિયા 

Thanks and Courtesy :: Internet, Social Media

HOME 🏡

નોકરીના સમાચાર માટેનો બ્લોગ A blog for job news


Post a Comment

0 Comments