Type Here to Get Search Results !

Param Vir Vandan Karykrm

0

જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન.

પરમવીર ચક્ર (PVC) એ ભારતનો સર્વોચ્ય સેના ચંદ્રક - પુરસ્કાર છે.

અંત સુધી જરૂર વાંચો અને તમારા તમામ ગ્રુપમાં જરૂર મોકલો જેથી આ વીર વિશે ગર્વ અનુભવાય.

Param Vir Chakra medal is awarded for unsurpassed gallantry in the face of the enemy, performance and spirit of sacrifice for the country. The Param Vir Chakra Award country and society  for the highest 'heroism', 'sacrifice', 'surrender' and symbolizes the spirit of 'sacrifice'. The Param Vir Chakra (PVC) is India's highest military award.

આ ચંદ્રક દુશ્મનો સામે અભૂતપૂર્વ શૌર્ય પ્રદર્શન અને દેશ માટે બલિદાનની ભાવના બદલ આપવામાં આવે છે. આ ચંદ્રક બ્રિટીશ વિક્ટોરિયા ક્રોસ, યુ.એસ. મેડલ ઓફ ઓનર કે ફ્રેન્ચ લીજન ઓફ ઓનર જેવા દુનિયાનાં શ્રેષ્ઠ સન્માનોની સમકક્ષ ગણાય છે. આ સન્માન મણોપરાંત પણ આપવામાં આવે છે.

આ પદકની રચના ૨૬ જાન્યુઆરી,૧૯૫૦ ( પ્રથમ ગણતંત્ર દિવસ )ના રોજ ભારતનાં રાષ્ટ્રપતિશ્રી દ્વારા કરવામાં આવેલ, જેનો અમલ ૧૫ ઓગસ્ટ,૧૯૪૭ ( પ્રથમ સ્વતંત્રતા દિવસ ) થી ગણવાનું ઠરાવવામાં આવેલ. આ એવોર્ડ સેનાની ત્રણે પાંખના જવાનો અને અધિકારીઓને એનાયત કરવામાં આવે છે. આ ખિતાબ ભારત સરકારના ભારત રત્ન પછીનો દ્વિતિય ક્રમનો ગણાય છે, જે આઝાદી પૂર્વેના બ્રિટીશ વિક્ટોરિયા ક્રોસનું સ્થાન લે છે.

આ એવોર્ડની સાથે, લેફ્ટનેન્ટ અથવા તેની સમકક્ષથી નીચેની પછી પદવી ધરાવનાર જવાનને કે તેમના વારસદારોને રોકડ પુરસ્કાર ( રૂ. 1500 પ્રતિ માસ ) આપવામાં આવે છે. તે ઉપરાંત ઘણા રાજ્યો પોતાના તરફથી પણ વિવિધ રોકડ પુરસ્કાર કે પેન્શન પણ આપે છે.



પરમવીર ચક્રની રચના ::

પરમવીર ચક્રની ડીઝાઇન શ્રીમતિ સાવિત્રીબાઈ ખાનોલકર નામના મહિલાએ બનાવેલ છે અને તે મૂળ ' સ્વિસ ' હતા. પરંતુ, ભારતીય નાગરિક સેના અધિકારી ' કેપ્ટન વિક્રમ ખાનોલકર ' સાથે લગ્ન બાદ પૂરા ભારતીય બની રહ્યા હતા.

તેમણે લગ્ન પછી પટણા યુનિવર્સિટીમાં હિન્દી અને સંસ્કૃતનો તથા ઉપનિષદ અને વેદાંતનો અભ્યાસ કર્યો. આઝાદી પછી ભારતના પ્રથમ વડાપ્રધાન શ્રી પંડીત જવાહરલાલ નહેરુની ઇચ્છા મુજબ સૈન્યના મદદનીશ સેનાપતિ મેજર જનરલ હિરાલાલ અટલે શ્રીમતિ સાવિત્રી ખાનોલકરની લાયકાત ઓળખી અને તેમને પરમવીર ચક્રની ડીઝાઇન બનાવવાનું કામ સોપ્યું, જે તેઓએ બખુબી નિભાવ્યું. આ ગોળાકાર ૩.૫ સે.મી.ના કાંસાના બનેલ મેડલની વચ્ચોવચ્ચ રાજમુદ્રા અને ચારે બાજુ ઇન્દ્રનું અમોઘ શસ્ત્ર વજ્ર છે. 

મેડલની પાછલી બાજુ પર ફરતી કિનારીએ હિન્દી અને અંગ્રેજી ભાષામાં “ પરમવીર ચક્ર ” લખેલ છે.

આ મેડલને ૩.૨ સે.મી.પહોળી જાંબલી રંગની રિબિનમાં લટકાવવામાં આવે છે.

આ ચક્રની રચના વખતે દધીચિ ઋષીને આદર્શ તરીકે રાખવામાં આવેલ છે, જેમણે દેવરાજ ઇન્દ્રને વૃત્રાસુર નામના અસુરનો વધ કરવા માટે વજ્ર જેવું અમોઘ શસ્ત્ર બનાવવા પોતાના દેહનું બલિદાન આપી, પોતાના અસ્થિ ઇન્દ્રને આપ્યા, બીજાને જીવતદાન મળે તે માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું. આમ, આ પુરસ્કાર દેશ અને સમાજ માટે ઉચ્ચતમ “ વીરતા ”,“ ત્યાગ ”, " સમર્પણ " અને “ બલિદાન ”ની ભાવનાનું પ્રતિક છે.

એક યોગાનુયોગ એ છે કે દેશના પ્રથમ પરમવીર ચક્ર પ્રાપ્ત કરનાર વીર સપૂત મેજર સોમનાથ શર્મા, સાવિત્રી ખાનોલકરના જમાઇના ભાઇ હતા. 

 ભારત માતા કિ જય .

>> ભારતનો સર્વોચ્ય સેના ચંદ્રક પરમ વીર ચક્ર ( PVC ) છે.

પરમ વીર ચક્ર વિશેનો વિડિયો જોવા માટે અહી ક્લિક કરો.

########################

દરેક ભારતીયને જાણવી જોઈએ અને પરમ વીર ચક્ર પર ગર્વ હોવો જ જોઈએ.

સર્વોચ્ચ સેના મેડલ પરમ વીર ચક્ર - 21 પરમવીર ચક્ર વિજેતાઓની  યાદી

 1. મેજર સોમનાથ શર્મા (પરમ વીર ચક્રના પ્રથમ વિજેતા)

 2. નાયક જદુનાથસિંહ

 3. સેકન્ડ લેફ્ટનન્ટ રામ રાઘોબા રાણે 

 4. મેજર પીરુ સિંઘ

 5. સુબેદાર કરમસિંહ

 6. કેપ્ટન ગુરુબચ્ચન સિંહ સલારિઆ

 7. મેજર ધનસિંહ થાપા 

 8. સુબેદાર જોગીન્દર સિંહ

 9. મેજર સૈતાનસિંધ

 10. હવાલદાર અબ્દુલ હમીદ

11. લેફ્ટનન્ટ કર્નલ અરદેશીર તારાપોર 

 12. લાન્સ નાયક આલ્બર્ટ એક્કા

 13. ફ્લાઈંગ ઓફિસર નિર્મલ જીત સિંઘ સેખોં 

 14. સેકન્ડ લેફ્ટનન્ટ અરુણ ખેતરપાલ

 15. કર્નલ હોશિયાર સિંહ

 16. કેપ્ટન બાના સિંહ 

 17. મેજર રામાસ્વામી પરમેશ્વરન 

 18. લેફ્ટનન્ટ મનોજ કુમાર પાંડે 

 19. સુબેદાર યોગેન્દ્ર સિંહ યાદવ

 20. નાયબ સુબેદાર સંજય કુમાર

 21. કેપ્ટન વિક્રમ બત્રા

21પરમ વીર ચક્ર વિજેતાનો વિડિયો જોવા માટે અહી ક્લિક કરો.

########################


5. _પરમ વીર પદક ( મરણોત્તર ) મેળવનાર_  *શહીદ વીર લેફ્ટેનન્ટ મનોજકુમાર પાંડે* વિશે જાણીએ.


***

4. _પરમ વીર પદક ( મરણોત્તર ) મેળવનાર_ *શહીદ વીર મેજર રામાસ્વામી પરમેશ્વરન* વિશે જાણીએ._

https://www.instagram.com/reel/CwHUVYooEke/?igshid=MzRlODBiNWFlZA==

***

3. _પરમ વીર પદક ( મરણોત્તર ) મેળવનાર_ 

 *શહીદ વીર લેફ. કર્નલ અરદેશીર તારાપોર* વિશે અહીં જાણીશું. https://www.instagram.com/reel/CvtpLhWrVVb/?igshid=MzRlODBiNWFlZA==

***


2. _પરમ વીર ચક્ર ( મરણોપરાંત ) મેળવનાર_ *શહીદ વીર કેપ્ટન વિક્રમ બત્રા* વિશે જાણીએ.

https://www.instagram.com/reel/Cu6aocopYMq/?igshid=MzRlODBiNWFlZA==

***

1. _પરમવીર પદક ( સ્વ હસ્તે ) મેળવનાર_  *વીર કેપ્ટન બાના સિંઘ* વિશે જાણીએ.

https://www.instagram.com/reel/Cu6aocopYMq/?igshid=MzRlODBiNWFlZA==

***

ખૂબ મહેનતથી આ વીડિયો રાજેશ પટેલ ગ્રુપ ટ્યુશન પરિવાર ટીમના વિદ્યાર્થીઓએ બનાવ્યો છે તો વધુમાં વધુ લોકોને share કરજો જેથી દેશ અને સેના પ્રત્યેનું ગૌરવ વધે. 


Like કરીને subscribe જરુર કરજો.


આ પણ જરૂર જુવો - મારું શ્રેષ્ઠ ભારત: - 

##########################

*શાળા પરિવાર દ્વારા આયોજિત પરમ વીર વંદન કાર્યક્રમ અંગે*

##########################

આધારશિલા સ્કૂલ, ગામ - વલાદ, જી - ગાંધીનગર

15 ઓગષ્ટ, 2023ના રોજ પૂર્વ કર્ણાવતી વિભાગના નરોડા ભાગમા આધારશિલા સ્કૂલ, વલાદ ગામ, ગાંધીનગર ખાતે પરમવીર વંદન કાર્યક્રમ સંપન્ન થયો. આ કાર્યક્રમમાં સંસ્થાના ચેરમેનશ્રી ડો. ગોવિંદભાઈ પટેલ અને ટ્રસ્ટી શ્રી કે ડી પટેલ સાહેબ, શાળા પરિવારની ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ અને cbse બોર્ડ  સ્કુલના આચાર્ય શ્રીઓ અને પુર્વ સૈનિક 7 પરિવાર સાથે ઉપસ્થિતિ હતા. સૈનિક 7 પરિવારનું સંસ્થા દ્વારા સન્માન કરવામાં આવ્યું. મુખ્ય વક્તા શ્રી લવેશ ભાઈ પટેલ દ્વારા વિષયની વાતચીત કરી હતી અને સ્કુલના વિધાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ ખુબ સરસ રીતે થયો. તેમાં શહીદોના પાત્રો અને અભિનય સુંદર રજૂઆત કરી 21 પરમવીર ચક્ર વિજેતા સેના નાયકના પાત્રો સૈનિકના ડ્રેસ પહેરીને સરસ રજૂઆત કરાઇ હતી. કાર્યક્ર્મ ખૂબ જ સફળ રહ્યો. અંતે સુમધુર  ભોજનની વ્યવસ્થા બધા માટે કરવામાં આવી હતી.

કુલ સંખ્યા - 750 વિદ્યાર્થી

શિક્ષક - 50 

અન્ય સ્ટાફ - 20

નિમંત્રિત - 50

આધારશીલા સ્કૂલ કાર્યક્રમનો વિડિયો જોવા માટે અહી ક્લિક કરો.

############################

નૂતન વિદ્યામંદિર, ગામ - ભૂવાલડી, તા.દસક્રોઇ, જી - અમદાવાદ ખાતે તારીખ ૧૯/૦૮/૨૦૨૩ ના રોજ સમય સવારે ૦૯ થી ૧૧ કલાકે *પરમ વીર વંદન*નો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.

જે અંતર્ગત ભારતીય સૈન્ય ના ૨૧ પરમવીર ચક્ર વિજેતાઓનું પૂજન ક્રવામાં આવ્યું હતું. સાથે જ ભુવાલડી ગામમાં રહેતા *સૈનિક પરિવારનું સન્માન* કરી *સર્વ ધર્મ સમાનતાના* વિષય પર નાટક ભજવી *દેશ ભક્તિના ગીતો* પણ કરવામાં આવ્યા હતા. 

કાર્યક્રમમાં વિદ્યાર્થી - ૩૭૦, શિક્ષક - ૧૦, સૈનિક પરિવારના સભ્ય - ૨, HSSF પ્રવક્તા - ૧,  HSSF કાર્યકર્તા - 3, શાળા ટ્રસ્ટી -  ૧, ગામ સરપંચ - ૧, ગામ આગેવાનો - ૫ હાજર રહ્યા હતા.

નૂતન વિદ્યામંદિર કાર્યક્રમનો વિડિયો જોવા માટે અહી ક્લિક કરો.

##########################

🙏 પૂર્વ કર્ણાવતી વિભાગના બાપુનગર ભાગમા વિદ્યાનિકેતન સ્કૂલ ખોડીયારનગરમા સંપન્ન થયો

ઉપસ્થિતિ વિદ્યાર્થી - 550

શિક્ષક - 22

તારીખ - 2/8/23. બુધવાર

ટ્રસ્ટી - શ્રી. ફલજીભાઇ પટેલ 

મુખ્ય વક્તા -  લવેશભાઈ પટેલ ( પૂર્વ કર્ણાવતી વિભાગ સંયોજક )

શ્રી શંભુભાઈ જણસારી ભાગ સંયોજક બાપુનગર

શ્રી રાજેશભાઈ શ્યાણી પટેલ ભાગ ટીમ

શ્રી મોહનીશ ભાઈ ભાવસાર ભાગ ટીમ 

નગર કાર્યવાહ શ્રી ભરતભાઈ માયાણી અને શાળા પરિવારના બાળકો, કર્મચારી ગણ અને મહેમાન ઉપસ્થીત રહેલ. આ કાર્યક્રમ ખુબ સરસ રીતે ગોઠવણ કરી હતી.  સ્કુલ પરિવારના કર્મચારી ગણનો સહકાર પ્રાપ્ત થયો.

વિદ્યાનિકેતન હાઈસ્કૂલ કાર્યક્રમનો વિડિયો જોવા માટે અહી ક્લિક કરો.

##########################

>> વધુમાં વધુ લોકોને share કરજો જેથી દેશ અને સેના પ્રત્યેનું ગૌરવ વધે. Like કરીને subscribe જરુર કરજો.

🕉️ જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન.

>> સહયોગ આપનાર તમામ મિત્રો અને માર્ગદર્શકોનો દિલથી આભાર અને વંદન

*સૌજન્ય અને આભાર*-

હિન્દુ આધ્યત્મિક અને સેવા સંસ્થાન, ગુજરાત.  ( HSSF ) 

પ્રેરિત 

સાંસ્કૃતિક તથા નૈતિક પ્રશિક્ષણ પ્રકલ્પ              ( IMCTF )

*મૂલ્ય નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ*

>> સૂચનો આવકાર્ય.

Rajjesh Shyani Patel 9173040050

*******

#icanhow #i.can.how

#tutorspost #rpgtparivar 

#hssf #imctf

#paramveerchakra

#paramvirchakra

#pvc 

#vandematram

#paracommando

#bharatkeveer 

#bharatmatakijai 

#jaibharat 

#hindustan 

#indianarmedforces 

#salute

#indianarmy 

#indianairforce 

#indiannavy 

#india 

#army 

#crpf 

#jaihind 

#cisf 

#ssb 

#indian 

#iloveindianarmy 

#specialforces 

#soldier 

#bsf 

#itbp 

#commando 

#nsg 

#spg 

#ranger 

#garud 

#parasf 

#indiancoastguard 

#kargil 

#kargilwar

Post a Comment

0 Comments