Type Here to Get Search Results !

10th science SOP1 SOP2

0

રેક પોસ્ટ અંત સુધી જરૂર વાંચો.


ધોરણ10 વિજ્ઞાનમાં પાસ થવાની SOP

સરળ ભાષામાં  સવાલ જવાબની પોસ્ટ જુવો.

ધોરણ 10 માં વિજ્ઞાન માં પાસ થવા માટે સવાલ જવાબની સરળ ભાષામાં રજૂઆત કરવામાં આવી છે. 

આપ સૌ સૌપ્રથમ,
> આ જવાબ નોટમાં લખી લો.
પછી સમજી લો, 

બીજી વાર સમજો. 

હવે, આંખો બંધ કરીને બે ત્રણ વાર સમજો.
પછી જવાબ તમારી ભાષામાં જાતે લખવાનો પ્રયાસ કરો. અસલ જવાબ સાથે સરખાવો, ભૂલ શોધો. ભૂલ જણાય તો ફરી સમજીને તૈયાર કરો.
જે પણ જવાબ તૈયાર કરો તે સમજીને લખીને તૈયાર કરો. 

બે ત્રણ દિવસ સુધી પુનરાવર્તન કરો.
સફળતા ચોક્કસ મળશે જ.

×××××

01.01.2022 SOP2

પ્રશ્ન2: પ્રબળ અને નિર્બળ એસિડ તથા પ્રબળ અને નિર્બળ બેઇઝ કોને કહે છે.

જવાબ: (2)
-- એસિડ અને બેઇઝ ની પ્રબળતા અનુક્રમે તેમાંથી ઉદભવતા H+ આયનો અને OH- આયનોની સંખ્યા પર આધાર રાખે છે.

         દા.ત., એક મોલર HCL અને એક મોલર CH3COOH એ જુદા જુદા પ્રમાણમાં H+ આયનો ઉત્પન્ન કરે છે આથી સાંદ્રતા સમાન હોવા છતાં તેમની એસિડ તરીકેની પ્રબળતા જુદી જુદી હોય છે.
 
-- જે એસિડ પાણીમાં વધુ માત્રામાં H+ આયનો આપે છે, તેને પ્રબળ એસિડ કહે છે. દા.ત. HCL, HNO3, H2SO4 વગેરે.

-- જે એસિડ પાણીમાં ઓછી માત્રામાં H+ આયનો આપે છે, તેને નિર્બળ એસિડ કહે છે. દા.ત. HCOOH, CH3COOH, HCN વગેરે.

-- જે બેઇઝ પાણીમાં વધુ માત્રામાં OH- આયનો આપે છે, તેને પ્રબળ બેઇઝ કહે છે. દા.ત. NaOH, KOH, Ca(OH)2 વગેરે.

-- જે બેઇઝ પાણીમાં ઓછી માત્રામાં OH- આયનો આપે છે, તેને નિર્બળ બેઇઝ કહે છે. દા.ત. NH3, NH4OH વગેરે.

01.01.2022 SOP1

પ્રશ્ન1: આપણા પાચનતંત્રમાં pH નું મહત્વ સમજાવો.

જવાબ: (1)

પાચનતંત્રમાં pH નું મહત્વ:
આપણે જાણીએ છીએ તેમ ખોરાકના પાચનમાં જઠર અગત્યનો ભાગ ભજવે છે.

-- જઠર હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન કરે છે. તે જઠરને નુકસાન પહોંચાડ્યા વગર ખોરાકનું પાચન કરવામાં મદદ કરે છે. પરંતુ અપચા દરમિયાન જઠર ખૂબ વધુ માત્રામાં એસિડ ઉત્પન્ન કરતો હોવાથી જઠરમાં દર્દ અને બળતરા થાય છે, જેને એસીડીટી કહે છે.

-- એસીડીટીના ઉપચાર માટે બેઇઝ નો ઉપયોગ કરીએ છીએ. જેને એન્ટાસિડ (પ્રતિએસિડ પદાર્થ) કહે છે. તે જઠરમાં રહેલા વધારાના એસિડનું તટસ્થીકરણ કરે છે.

-- એન્ટાસિડ તરીકે મંદ બેઝિક પદાર્થો જેવા કે ખાવાનો સોડા(NaHCO3) અને મિલ્ક ઓફ મેગ્નેશિયા[Mg(OH)2] ઉપયોગમાં લેવાય છે.

=====================

Next : 10th Science SOP3 

અન્ય પેજમાં વાંચો.


પ્રશ્ન3: મનુષ્ય નું શ્વસન તંત્ર આકૃતિ દોરી સમજાવો.

પ્રશ્ન4: ગુરુદ્રષ્ટિ ની ખામી એટલે શું? તેને કેવી રીતે નિવારી શકાય છે? યોગ્ય આકૃતિ દ્વારા દર્શાવો. લઘુદ્રષ્ટિની ખામી અને ગુરુદ્રષ્ટિની ખામીના તફાવતના બે-બે મુદા આપો.

=====================

રેક પોસ્ટ અંત સુધી જરૂર વાંચવાની જરૂર છે.



Post a Comment

0 Comments