Skip to main content

Total Pageviews

google shows Ads Section

10th science SOP2 Gujarat secondary education board gujrati medium GSEB

 Gujarat secondary education board gujrati medium GSEB

HOME 🏡

નોકરીના સમાચાર માટેનો બ્લોગ 

પ્રશ્ન3: મનુષ્ય નું શ્વસન તંત્ર આકૃતિ દોરી સમજાવો. 

જવાબ3:

મનુષ્યના શ્વસનતંત્રમાં  સંકળાયેલા અંગો આકૃતિમાં દર્શાવેલા છે.



 

 

 

 

 

 

નસકોરાં અને નાસિકા માર્ગ: હવા શરીરમાં નસકોરા દ્વારા પ્રવેશે છે. આ માર્ગમાં આવેલા બારીક રોમ દ્વારા હવામાં રહેલી ધૂળ અને કેટલીક અન્ય અશુદ્ધિઓ ગળાઈ જાય છે. આ ક્રિયામાં આ માર્ગનું શ્લેષ્મ સ્તર પણ મદદરૂપ છે.


ગળામાં રહેલા અંગો: કંઠનળી, સ્વર યંત્ર અને શ્વાસનળી હવાના વહન માટે એક સળંગ માર્ગ બનાવે છે.

શ્વાસ નળી: શ્વાસનળી ગળાથી ઉરસીય ગુહા માં ફેફસાં સુધી લંબાયેલી છે.

ગ્રીવાના પ્રદેશમાં રહેલી કાસ્થિની વલયમય રચનાઓથી હવાના પસાર થવાનો માર્ગ રુંધાઈ જતો નથી.


ફેફસા: ઉરસીય ગુહામાં એક જોડ ફેફસાં આવેલાં છે. ફેફસાંમાં હવાનો માર્ગ નાની-નાની નલિકાઓમાં વિભાજન પામે છે. અને આ નલિકાઓ અંતે ફુગ્ગા જેવી રચનામાં પરિણમે છે, જેને વાયુકોષ્ઠો કહે છે.

વાયુકોષ્ઠો: વાયુકોષ્ઠોની દિવાલ પર રુધિરકેશિકાઓની વિસ્તૃત જાળીરૂપ રચના હોય છે. વાયુકોષ્ઠોની સપાટી દ્વારા વાતવિનિમય થાય છે.

===

HOME 🏡

===

Next : 10th Science SOP3

Before :  10th Science SOP1

===

 

Comments