Type Here to Get Search Results !

10thMaths Chapter15 SOP2

1

click here for : 10thMaths Chapter15 SOP1

રેક પોસ્ટ અંત સુધી જરૂર વાંચો.

આ પોસ્ટ તમારા મિત્રોને શેર કરજો, તેમને પણ ગમશે. ગણિતમાં રસ લેતા થશે. તે માટે તેમને 10thMaths chapter15 SOP2 જરૂર મોકલજો.

==========

+++++

+++++

યાદ રાખો. For 1 Mark

1)

જાન્યુઆરી, માર્ચ, મે, જુલાઈ, ઓગસ્ટ, ઓકટોબર અને ડિસેમ્બર એમ સાત મહિનામાં 31 દિવસ હોય છે.

2)

એપ્રિલ, જૂન, સપ્ટેમ્બર અને નવેમ્બર એમ ચાર મહિનામાં 30 દિવસ હોય છે.

3)

ફેબ્રૂઆરી માસમાં જો સામાન્ય એટલે કે બીનલીપ વર્ષ હોય તો 28 

અને

લીપ વર્ષ હોય તો 29 દિવસ હોય છે.

4) 

જે વર્ષને 4 વડે નીશેષ ભાગી શકાય તે લીપ વર્ષ કહેવાય છે.

5)

સામાન્ય એટલે કે બીનલીપ વર્ષમાં 365 દિવસ હોય છે.

6)

લીપ વર્ષમાં 366 દિવસ હોય છે.

7) એક વર્ષમાં 52 અઠવાડિયા હોય છે એટલે કે એક વર્ષમાં દરેક વાર 52 વખત તો આવે જ.

8)

એક મહિનામાં 4 અઠવાડિયા હોય છે એટલે કે દરેક વાર મહિનામાં 4 વખત તો આવે જ.

9)

જાન્યુઆરી, માર્ચ, મે, જુલાઈ, ઓગસ્ટ, ઓકટોબર અને ડિસેમ્બર માસમાં 5 ____ વાર આવે તો તેની સંભાવના 3/7 હોય છે.

10)

એપ્રિલ, જૂન, સપ્ટેમ્બર અને નવેમ્બર માસમાં 5 ____ વાર આવે તો તેની સંભાવના 2/7 હોય છે. 

11)

સામાન્ય એટલે કે બીનલીપ વર્ષના ફેબ્રૂઆરી માસમાં 5 ____ વાર આવે તો તેની સંભાવના 0/7 એટલે કે 0 હોય છે,

અને

લીપ વર્ષના ફેબ્રૂઆરી માસમાં 5 ____ વાર આવે તો તેની સંભાવના 1/7 હોય છે.

12) 

સામાન્ય એટલે કે બીનલીપ વર્ષમાં 53 ____ વાર આવે તો તેની સંભાવના 1/7 હોય છે.

13)

લીપ વર્ષમાં 53 ____ વાર આવે તો તેની સંભાવના 2/7 હોય છે.

==========

સવાલ1a:

એક લીપ વર્ષમાં 53 રવિવાર આવે તેની સંભાવના ____ છે.

સવાલ1b:

કોઈ પણ લીપ વર્ષના મે માસમાં 5 શનિવાર આવે તેની સંભાવના ____ છે.

સવાલ1c:

કોઈ પણ બિનલીપ વર્ષના ડિસેમ્બર માસમાં 5 શુક્રવાર આવે તેની સંભાવના ____ છે.

સવાલ1d:

કોઈ પણ બિનલીપ વર્ષના 53 ગુરુવાર આવે તેની સંભાવના ____ છે.

સવાલ1e:

વર્ષ 2020 વર્ષના ફેબ્રુઆરી માસમાં  5 બુધવાર આવે તેની સંભાવના ____ છે.

સવાલ1f:

વર્ષ 2022 ના ફેબ્રુઆરી માસમાં  5 મંગળવાર આવે તેની સંભાવના ____ છે.

સવાલ1g:

બિનલીપ વર્ષના એપ્રિલ માસમાં 5 રવિવાર હોય તેની સંભાવના ___ થાય.

તમારા નામ સાથે સવાલ1a: - સવાલ1g: નાં જવાબ કૉમેન્ટ બોકસમાં પોસ્ટ કરો તેવી વિનંતી.

==========

 સવાલ2a:

એક સમતોલ પાસાને ઉછળતા તેની પર અવિભાજ્ય સંખ્યા મળે તેની સંભાવના ____ થાય.

સવાલ2b:

એક સમતોલ પાસાને ઉછળતા તેની પર 2નો ગુણક ન  મળે તેની સંભાવના ____ થાય.

સવાલ2c:

એક સમતોલ પાસાને ઉછળતા તેની પર 4નાં અવયવ  મળે તેની સંભાવના ____ થાય.

સવાલ2d:

એક સમતોલ પાસાને ઉછળતા તેની પર વિભાજય કે અવિભાજ્ય સંખ્યા ન મળે તેની સંભાવના ____ થાય.

તમારા નામ સાથે સવાલ2a: - સવાલdg: નાં જવાબ કૉમેન્ટ બોકસમાં પોસ્ટ કરો તેવી વિનંતી.

==========

સવાલ3a:

બધી જ પ્રાથમિક ઘટનાઓની સંભાવનાઓની સરવાળો ___ થાય છે.

સવાલ3b:

કોઈ પણ ઘટનાની સંભાવના ____ થી ઓછી શકાય નથી.

સવાલ3c:

કોઈ પણ ઘટનાની સંભાવના ____ થી વધુ શકાય નથી.

સવાલ3d:

કોઈ પણ ઘટનાની સંભાવના ____ કે તેથી  થી ઓછી અને ____ કે તેથી વધુ હોય છે.

સવાલ3e:

ચોક્કસ અને અશક્ય સિવાય કોઈપણ ઘટનાની સંભાવના ____  થી ઓછી અને ____ થી વધુ હોય છે.

સવાલ3f:

પાણી તેની સપાટીનું સ્તર આપ મેળે જાળવી રાખે છે. આ ઘટનાની સંભાવના ___ છે.

સવાલ3g:

સૂર્ય પૂર્વ દિશામાં ઉગે તેની સભાવાના ____ છે.

સવાલ3h:

સૂર્ય પશ્ચિમ દિશામાં ઉગે તેની સભાવાના ____ છે.

સવાલ3i:

સૂર્ય પૂર્વ દિશામાં આથમે તેની સભાવાના ____ છે.

સવાલ3j:

સૂર્ય પશ્ચિમ દિશામાં આથમે તેની સભાવાના ____ છે.

સવાલ3k:

કેરી થી ભરેલા ટોપલામાંથી એક ફળ બહાર કાઢતા તે ફળ કેરી ન હોય તેની સંભાવના ___ છે.

સવાલ3l:

કેરી થી ભરેલા ટોપલામાંથી એક ફળ બહાર કાઢતા તે ફળ નારંગી હોય તેની સંભાવના ___ છે.

સવાલ3m:

કેરી થી ભરેલા ટોપલામાંથી એક ફળ બહાર કાઢતા તે ફળ નારંગી ન હોય તેની સંભાવના ___ છે.

તમારા નામ સાથે સવાલ3a: - સવાલ3m:  નાં જવાબ કૉમેન્ટ બોકસમાં પોસ્ટ કરો તેવી વિનંતી.

==========

સવાલ4a:

50 ગુણના પેપરમાં અમિતાભને 40 કે તેથી વધુ ગુણ મળવાની સંભાવના ____ છે.

સવાલ4b:

50 ગુણના પેપરમાં ગણેશને 40થી ઓછા ગુણ મળવાની સંભાવના ____ છે.

સવાલ4c:

50 ગુણના પેપરમાં RKને 40થી કે તેથી ઓછા ગુણ ન મળવાની સંભાવના ____ છે.

સવાલ4d:

50 ગુણના પેપરમાં મમતાને 40 કે તેથી ઓછા ગુણ મળવાની સંભાવના ____ છે.

સવાલ4e:

50 ગુણના પેપરમાં ફોરમને 40 કે તેથી વધુ ગુણ ન મળવાની સંભાવના ____ છે.

તમારા નામ સાથે સવાલ4a: - સવાલ4e: નાં જવાબ કૉમેન્ટ બોકસમાં પોસ્ટ કરો તેવી વિનંતી.

==========

સવાલ5:

અંગ્રેજીના 26 મૂળાક્ષરો માંથી એક અક્ષર યદચ્છ રીતે પસંદ કરતાં તે સ્વર ન હોય તેની સંભાવના ___ છે.

==========


સવાલ6a:

રામ અને શ્યામનો જન્મ ઈ.સ. 1999 માં થયો. તે બને નો જન્મ દિવસ સમાન હોય તેની સંભાવના ____ થાય.

સવાલ6b:

રામ અને શ્યામનો જન્મ ઈ.સ. 2004 માં થયો. તે બને નો જન્મ દિવસ સમાન હોય તેની સંભાવના ____ થાય.

==========


સવાલ7:

1થી100 સુધીની પ્રાકૃતિક સંખ્યમાંથી એક સંખ્યા યદચ્છ રીતે પસંદ કરતાં તે સંખ્યા અવિભાજ્ય ન હોય તેની સંભાવના ___ થાય.

√√√√√√√√√√√√√√√√√√√√√√

ઓન લાઈન ટેસ્ટ આપવા માટે અહી ક્લિક કરો.

√√√√√√√√√√√√√√√√√√√√√√

રેક પોસ્ટ અંત સુધી જરૂર વાંચો.

 

HOME 🏡

નોકરીના સમાચાર માટેનો બ્લોગ A blog for job news

Post a Comment

1 Comments
  1. Prajapati Dhwani
    1(a) = 2/7
    1(b) = 3/7
    1(c) = 3/7
    1(d) = 1/7
    1(e) = 1/7
    1(f) = 0
    1(g) = 2/7

    ReplyDelete
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.