Type Here to Get Search Results !

10th science SOP5 SOP6 SOP7

1

દરેક પોસ્ટ અંત સુધી જરૂર વાંચો.

પ્રશ્ન 7: સમઘટકો એટલે શું? પેન્ટેનના સમઘટકોના નામ અને બંધારણીય સૂત્રો જણાવો.
જવાબ 7:
જે સંયોજનોના આણ્વીય સૂત્રો સમાન હોય, પરંતુ બંધારણીય સૂત્રો ભિન્ન હોય તેવા સંયોજનોને બંધારણીય સમઘટકો કહે છે.

પેન્ટનના સમઘટકો:
 


==========================


પ્રશ્ન 6: હાઇડ્રોકાર્બન સંયોજનો એટલે શું? તેનું વર્ગીકરણ સમજાવો.
જવાબ 6:
જે કાર્બન સંયોજનો માત્ર કાર્બન અને હાઇડ્રોજન ધરાવે છે, તેમને હાઇડ્રોકાર્બન સંયોજનો કહે છે.

હાઇડ્રોકાર્બન સંયોજનોનું વર્ગીકરણ નીચે મુજબ છે:
(i) સંતૃપ્ત સંયોજનો: કાર્બનના પરમાણુઓ માત્ર એકલબંધથી જોડાયેલા હોય તેવા કાર્બનના સંયોજનોને સંતૃપ્ત સંયોજનો કહે છે. આલ્કેન એ સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો છે.

-> આલ્કેન સંયોજનો: જે હાઇડ્રોકાર્બન સંયોજનો માં કાર્બન કાર્બન પરમાણુ વચ્ચે માત્ર એકલબંધ હોય તેવા સંયોજનોને આલ્કેન સંયોજનો કહે છે. દા.ત. , બ્યુટેન, પેન્ટેન, હેક્ઝેન વગેરે.

(ii) અસંતૃપ્ત સંયોજનો: કાર્બન પરમાણુઓ વચ્ચે દ્વિબંધ કે ત્રિબંધ ધરાવતા કાર્બનના સંયોજનોને અસંતૃપ્ત સંયોજનો કહે છે.

->આલ્કીન સંયોજનો: જે હાઇડ્રોકાર્બન સંયોજનોમાં કાર્બન-કાર્બન પરમાણુ વચ્ચે એક અથવા વધુ દ્વિબંધ હોય તેવા સંયોજનોને આલ્કીન સંયોજનો કહે છે. દા. ત. , બ્યુટીન, પેન્ટીન, હેક્ઝીન વગેરે.

->આલ્કાઇન સંયોજનો: જે હાઇડ્રોકાર્બન સંયોજનોમાં કાર્બન-કાર્બન પરમાણુ વચ્ચે એક અથવા વધુ ત્રીબંધ હોય તેવા સંયોજનોને આલ્કાઇન સંયોજનો કહે છે.
દા. ત. , બ્યુટાઇન, પેન્ટાઇન, હેક્ઝાઈન વગેરે.
==========================

પ્રશ્ન 5પ્લાસ્ટર ઓફ પેરિસ ની બનાવટ રાસાયણિક સમીકરણ આપી જણાવો. તેના ચાર ઉપયોગો જણાવો.

જવાબ 5:
જીપ્સમને 373 K તાપમાને ગરમ કરતાં તે પાણીના અણુઓ ગુમાવે છે અને કેલ્શિયમ સલ્ફેટ હેમી હાઈડ્રેટ બને છે. તેને પ્લાસ્ટર ઓફ પેરિસ કહે છે.



 
અહીં પ્લાસ્ટર ઓફ પેરીસના રાસાયણિક સૂત્રમાં પાણીનો માત્ર અડધો અણુ સ્ફટિક જળ સ્વરૂપે જોડાયેલો દર્શાવેલ છે. કારણકે પ્લાસ્ટર ઓફ પેરિસમાં CaSO4 નાં 2 એકમ સૂત્રો પાણીના એક અણુ સાથે જોડાય છે.

આમ, પ્લાસ્ટર ઓફ પેરિસ એ કેલ્શિયમ સલ્ફેટ નો હેમી (અડધો) હાઇડ્રેટ છે. જેમાં બે Ca+2 અને બે (SO4)-2 આયનો સાથે પાણીનો એક અણું જોડાયેલો હોય છે.

પ્લાસ્ટર ઓફ પેરિસ સફેદ પાઉડર છે અને પાણી સાથે મિશ્ર કરતા તે સખત ઘન પદાર્થ જીપ્સમમાં ફેરવાય છે.




ઉપયોગો:
1. બાંધકામ ઉદ્યોગમાં તથા પ્લાસ્ટરમાં ઉપયોગ થાય છે.
2. ફેક્ચર થયેલા હાડકાને સાચી સ્થિતિમાં ગોઠવવા માટે પ્લાસ્ટર તરીકે.
3. દાંતના ચોકઠાં માટેનાં બીબાં બનાવવા માટે.
4. રમકડા અને પૂતળાં બનાવવા માટે.
5. બ્લેકબોર્ડ પર લખવાના ચોક બનાવવા માટે.
6. પ્રયોગશાળામાં સાધનો અથવા પાત્રોને હવાચુસ્ત કરવા માટે તેનું પ્લાસ્ટર લગાડાય છે.

========================

અન્ય પેજમાં વાંચો. 

પ્રશ્ન1: આપણા પાચનતંત્રમાં pH નું મહત્વ સમજાવો.

પ્રશ્ન2: પ્રબળ અને નિર્બળ એસિડ તથા પ્રબળ અને નિર્બળ બેઇઝ કોને કહે છે.
પ્રશ્ન3: મનુષ્ય નું શ્વસન તંત્ર આકૃતિ દોરી સમજાવો.  પ્રશ્ન4: ગુરુદ્રષ્ટિ ની ખામી એટલે શું? તેને કેવી રીતે નિવારી શકાય છે? યોગ્ય આકૃતિ દ્વારા દર્શાવો. લઘુદ્રષ્ટિની ખામી અને ગુરુદ્રષ્ટિની ખામીના તફાવતના બે-બે મુદા આપો. 

========================

દરેક પોસ્ટ અંત સુધી જરૂર વાંચવાની જરૂર છે.

Post a Comment

1 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.