Type Here to Get Search Results !

10thMaths Chapter15 SOP3

0

દરેક પોસ્ટ અંત સુધી જરૂર વાંચો.

==============આ પોસ્ટ તમારા મિત્રોને શેર કરજો, તેમને પણ ગમશે. ગણિતમાં રસ લેતા થશે. તે માટે તેમને 10thMaths chapter15 SOP3 જરૂર મોકલજો.

==============

+++++

+++++

સવાલ: 

એક થી સો લખેલા 100 સિક્કા એક પેટીમાં છે. આ પેટીમાંથી યદચ્છ રીતે એક સિક્કો બહાર કાઢતા તેમાં

1) એક અંકની સંખ્યા હોય,

2) બે અંકની સંખ્યા હોય,

3) ત્રણ અંકની સંખ્યા હોય,

4) એકી સંખ્યા હોય,

5) સંખ્યા 5નો ગુણક હોય તેની સંભાવના મેળવો. 

જવાબ: 

અહીં એક થી સો લખેલા 100 સિક્કા છે.

માટે, પ્રયોગના પરિણામોની કુલ સંખ્યા n = 100 થાય.

હવે,

1) ધારો કે ઘટના A = તે સંખ્યા એક અંકની હોય તે ઘટના.

અહીં, 1થી 9 એમ નવ સંખ્યા એક અંકની છે.

માટે, ઘટના A માટે અનુકૂળ પરિણામોની સંખ્યા m = 9 થાય.

હવે, P (A) = m/n

                 = 9/100 થાય.

2) ધારો કે ઘટના B = તે સંખ્યા બે અંકની હોય તે ઘટના.

અહીં, 10થી 99 એમ નેવું સંખ્યા બે અંકની છે.

માટે, ઘટના B માટે અનુકૂળ પરિણામોની સંખ્યા m = 90 થાય.

હવે, P (B) = m/n

                 = 90/100

                 = 9/10 થાય.

3) ધારો કે ઘટના C = તે સંખ્યા ત્રણ અંકની હોય તે ઘટના.

અહીં, એક  જ સંખ્યા ત્રણ અંકની છે.

માટે, ઘટના C માટે અનુકૂળ પરિણામોની સંખ્યા m = 1 થાય.

હવે, P (C) = m/n

                 = 1/100 થાય.

4) ધારોકે ઘટના D = તે સંખ્યા એકી હોય તે ઘટના.

અહીં,  પચાસ સંખ્યા એકી છે.

માટે, ઘટના D માટે અનુકૂળ પરિણામોની સંખ્યા m = 50 થાય.

હવે, P (D) = m/n

                 = 50/100

                 = 1/2 થાય.

5) ધારોકે ઘટના E = તે સંખ્યા 5નો ગુણક હોય તે ઘટના.

અહીં, વીસ સંખ્યા 5 નો ગુણાંક છે.

માટે, ઘટના E માટે અનુકૂળ પરિણામોની સંખ્યા m = 20 થાય.

હવે, P (E) = m/n

                 = 20/100

                 = 1/5 થાય.

==============

ઘરકામ::

સવાલ: 

દશ થી સો લખેલા સિક્કાઓ એક પેટીમાં છે. આ પેટીમાંથી યદચ્છ રીતે એક સિક્કો બહાર કાઢતા તેમાં

1) એક અંકની સંખ્યા હોય,

2) બે અંકની સંખ્યા ન હોય,

3) બેકી  સંખ્યા હોય,

4) સંખ્યા 4નો ગુણક હોય,

5) સંખ્યા 6 વડે નીશેષ ભાજય હોય 

6) 2 અથવા 5 ની ગુણક હોય તેની સંભાવના મેળવો. 

તમારા નામ સાથે જવાબ કૉમેન્ટ બોકસમાં પોસ્ટ કરો તેવી વિનંતી.

√√√√√√√√√√√√√√√√√√√√√√

ઓન લાઈન ટેસ્ટ આપવા માટે અહી ક્લિક કરો.

√√√√√√√√√√√√√√√√√√√√√√√√√√

==============

વિજ્ઞાનમાં પાસ થવા માટે સરળ ભાષામાં રજૂઆત તૈયાર કરવા માટે આ લીંક પર ક્લિક કરો.

==============

Click Here  For: 10thMaths Chapter15 SOP2:

==============

Click Here For : 10thMaths Chapter15 SOP1

==============

દરેક પોસ્ટ અંત સુધી જરૂર વાંચો.

HOME 🏡

નોકરીના સમાચાર માટેનો બ્લોગ A blog for job news




Post a Comment

0 Comments