Type Here to Get Search Results !

10thMaths Chapter14 SOP1

0

ધોરણ 9 અને 10 એમ બન્ને ધોરણ માટે ઉપયોગી: 

મધ્યવર્તી સિથતી નાં માપ 1. મધ્યક 2. મધ્યસ્થ 3. બહુલક છે.

મઘ્યકને સરેરાશ, સરાસરી નાં નામથી પણ ઓળખવામાં આવે છે. આપણે આ પ્રકરણમાં મધ્યક, મધ્યસ્થ અને બહુલ્ક એમ ત્રણેય માપ વિશે અભ્યાસ કરીશું.

+++++

+++++

અવર્ગીકૃત માહિતી નો મઘ્યક:

આપેલા બઘાજ અવલોકનોનાં સરવાળાને આપેલા અવલોકનોની કુલ સંખ્યા વડે ભાગવાથી તે માહિતીનો મધ્યક મળે છે.

તેનું સૂત્ર આ મુજબ લખાય છે.

























ઉદાહરણ:1
પ્રથમ પાંચ પ્રાકૃતિક સંખ્યાનો મઘ્યક મેળવો.
ઉકેલ:1
પ્રથમ પાંચ પ્રાકૃતિક સંખ્યાઓ : 1, 2, 3, 4 અને 5 છે.
હવે, 
આપેલા અવલોકનોનો સરવાળો 
=  1 + 2 + 3 + 4 + 5 
=  15
હવે,
અવલોકનોની કુલ સંખ્યા n
= 5
હવે, મઘ્યક 
= ( આપેલા અવલોકનોનો સરવાળો )
/ ( અવલોકનોની કુલ સંખ્યા )

= 15 / 5 

=3









ઘરકામ :
1401: 
પ્રથમ દશ પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક મેળવો.
1402: 
પ્રથમ 100 પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક મેળવો.
1403: 
પ્રથમ દશ એકી પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક મેળવો.
1404: 
પ્રથમ દશ બેકી પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક મેળવો.
1405: 
પ્રથમ દશ અવિભાજ્ય પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક મેળવો.
1406: 
પ્રથમ દશ વિભાજય પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક મેળવો.
1407: 
ત્રણનાં પ્રથમ પાંચ ગુણકનો મધ્યક મેળવો.
1408: 
ચારનાં પ્રથમ પાંચ ગુણીતનો મધ્યક મેળવો.
1409: 
છ વડે નીશેષ  વિભાજ્ય હોય તેવી પ્રથમ પાંચ પ્રકૃતિક સંખ્યાનો મધ્યક મેળવો.
1410: 
7, -7, 7, -7, 7, -7 અને 7 નો મધ્યક મેળવો.
Tags

Post a Comment

0 Comments