Type Here to Get Search Results !

about teeth and dentistry દાંત અને દાંતણ વિશે

0

દાંત આપ્યા છે તો ચાવવાનું આપશે જ મારો વહાલો... ..એવું સાંભળ્યું છે, વાંચ્યું છે' ને!

રેક પોસ્ટ અંત સુધી જરૂર વાંચો.

--> આ ડિજિટલ સમયમાં દાંત વિશે ઘણી માહિતી ઈન્ટરનેટ પર મળે છે. આ માહિતી દરેક વ્યક્તિ આ ખજાનામાંથી શોધી શકે છે પણ સમયનો અભાવ, કેવી રીતે શોધવું તેની જાણકારીનો અભાવ, ટેકનિકલ રીતે સક્ષમ ન હોવું એ ઉપરાંત અનેક કારણો હોઈ શકે છે. અમે, ઈન્ટરનેટ અને અન્ય સ્તોત્રમાંથી માહિતીનું સંકલન કરીને દાંત અને દાંતણ વિશે માહિતી રજૂ કરી રહ્યા છીએ.

In this digital age, a lot of information about teeth is available on the internet. Everyone can search this information from this treasure but lack of time, lack of knowledge of how to search, not being technically competent can be due to many reasons. We are presenting information about teeth and dentistry by compiling information from internet and other sources.

-->બ્રશ મહત્વનું કે દાંતણ ? :.

બ્રશનું મહત્વ: બ્રશ મોંના દરેક ખૂણા સુધી પહોંચી શકે છે અને દાંતની બધી સપાટી સાફ કરે છે. દાતણનું મહત્વ: દાંતણજડબાંના હાડકાં અને સ્નાયુઓને કસરત પૂરી પાડે છે.

-->દાંતના પ્રકાર: 

 1) કાપવાના દાંત,

 2) ચીરવાના દાંત, 

 3) ભરડવાના દાંત, 

 4) દળવાના દાંત. 

3 વર્ષ સુધીના બાળકોમાં 20 પ્રાથમિક દાંત હોય છે. બાળક આશરે મહિનાનું હોય ત્યારે પ્રાથમિક દાંત પ્રથમ દેખાવાનું શરૂ કરે છે. બાળકો સામાન્ય રીતે 3 વર્ષની વયે તેમના બધા દાંત મેળવે છે.. લગભગ 14 વર્ષની ઉંમર સુધીમાં આશરે 28 દાંત આવી જાય છે. વીસ વર્ષની ઉંમરથી શરૂ કરીને લગભગ 29 વર્ષ સુધીની ઉંમરમાં, મોટાભાગના લોકોને ચાર ડહાપણવાળા દાંત પણ મળતા હોય છે. આમ,  જેઓ પુખ્ત વયના લોકોને કુલ 32 દાંત  છે.

>> આજના ડિજિટલ જમાનામાં દાંત વિશે ઘણી જાગૃતિ છે. ટૂથપેસ્ટ તથા ટૂથબ્રશ વિશે અનેક જાહેરાત જોવા મળે છે. કોઈ કહે બ્રશ સારું તો કોઈ કહે દાંતણ સારું. આયુર્વેદ મુજબ દાંતણ ઘણું જ શ્રેષ્ઠ છે. દાંતણ માટે કરંજ, લીમડો , વડ, આંબો, જાંબુડો, બાવળ, ખીજડો, ખેર, આવેળ, અશોક(આસોપાલવ),  આમળા, હરડે  વગેરે વાપરવામાં આવે છે.

દાંતણવાપરવાની પદ્ધતિ :

દાંતણના અગ્રભાગને પ્રથમ તો ચાવી ને છૂંદી તેનો ઝીણો કૂચો ન કરતાં પથ્થર કે અન્ય સાધન વડે ઝીણો કુચો કરો. આમ કરવાથી તેને ચાવવામાં સરળતા રહે છે, નહીંતર કઠિન દાંતણ ચાવવાથી દાંતની ધારો  ઓછી થઈ જાય છે. દાંતણ પંદરથી વીસ મિનિટ ચાવવું જેથી તેનો રસ દાંતને ફાયદો આપી શકે છે.

દાંતણતાજાં હોવાં જોઈએ, જો તાજાં ન મળતાં હોય તો વધારે  લઈને પાણીમાં ભીંજવીને ઉપયોગમાં લઈ શકાય. તાજાં દાંતણ  વધુ ફાયદાકારક હોય છે તે ખાસ ધ્યાન રાખો.

બાવળ તૂરો અને રસાત્મક હોવાથી તેના દાંતણનો ઉપયોગ દાંત માટે શ્રેષ્ઠ છે. દાંતનાં પેઢાં મજબૂત કરનાર છે.

કરંજના દાંતણના ઉપયોગથી પાયોરિયા રોગમાં સારો લાભ થાય છે.

દાંત સાફ કરવા માટે બ્રશ અને દાંતણ સિવાય દંતમંજન પણ વાપરી શકાય. દંતમંજન બહુ બારીક ન લેવું.. દંતમંજનમાં સુવાસ હોવી જોઈએ જેથી લાળનો સ્રાવ વધે છે. આહારને પચવામાં મદદ થાય છે. 

દાંતણનેચીરી કરીને ઊલ ઉતારી શકાય છે.  .

ચાલો, જુદા જુદા દાંતણ અને ક્યારે કયા પ્રકારનું દાંતણ વાપરવું તેના વિશે ટૂંકમાં જાણીએ.

   મહર્ષિ વાગભટ્ટજીએ દાંતણ વિશે ખૂબ જ સરળ અને ઉપયોગી જાણકારી આપી છે  ટૂંકમાં તેના વિશે અહી વાંચો, ઉપયોગ કરીએ, દાંતને સ્વસ્થ અને મજબૂત બનાવીએ.

તેમના જણાવ્યા મુજબ,

કરંજ, લીમડો, વડ, આંબો, જાંબુડો, બાવળ, ખીજડો, ખેર,આવેળ,અશોક(આસોપાલવ),આમળા, હરડે  જેવા વૃક્ષોના દાંતણ સદુપયોગ કરી શકાય છે

1. આંબાનું દાંતણ જેઠ મહિનામાં કરવાથી શરીરમાં કફની તકલીફ ઘટે છે, વાળ કાળા રહે છે અને તંદુરસ્તી આખું વર્ષ જળવાઈ રહે છે આંબાનું દાતણ ત્યારે જ કરવું જ્યારે સાચી કેરીની સાચી સિઝન ચાલુ થઈ જાય.

2. લીમડાનું દાંતણ હોળી પછી કરવું જોઈએ. આ દાંતણ ઉનાળામાં ખાસ કરીને ચૈત્ર વૈશાખમાં જરૂર કરવું જોઈએ. આ લીમડો અતિ ગુણકારી હોવાથી તે પિતનું શમન કરીને ગરમીથી છુટકારો અપાવે છે. 

3. વડનું દાંતણ ચોમાસામાં કરી શકાય અને ઉનાળામાં પણ કરી શકાય. વડના દાતણથી દાંતના પેઢા મજબૂત થાય છે. વ્યસનના કારણે નબળા થયેલ દાંત સ્વસ્થ થાય છે.

4. ખેર નું દાંતણ ગરમીમાં કરવું જોઈએ જે ઉનાળામાં મોઢાના ચાંદાઓ થી છુટકારો આપવે છે

5. દેશી બાવળનું દાંતણનો ઉપયોગ દરેક ઋતુમાં કરાય પણ ખાસ શિયાળામાં વધુ ઉપયોગી છે. આ દેશી બાવળના દાંતણ માં સલ્ફર હોઈ જે માણસને વ્યસન મુક્તિ માટે ખૂબ જ ઉપયોગી થાય છે.

6. આમળા અને હરડેનું દાંતણ કોઈ પણ ઋતુમાં કરી શકાય છે. જેને દોડવામાં હાફ ચડતો હોઈ એમને આમળાના વૃક્ષનું દાતણ કરવું જોઈએ.

7. કણજીનું દાંતણ મોઢા માં બનતું ખરાબ એસિડ પણ રોકે છે 

8. કરંજનુ દાંતણ  કરવાથી મુખ ની દુર્ગ઼ધ દુર થાય છે., દાંત માં થતા પાયોરીયા રોગને મટાડે છે. 

યાદ રાખો

-> આ તમામ પ્રકાર ના દાંતણ ત્રણ મહિના જ પૂરતા કરવા ત્યાર બાદ કોઈ બીજા વનસ્પતિ નું દાતણ લેવું.

->દાંતણ 8 આંગળ લાબું, એક આંગળ જાડું,  રસદાર લેવું.

-> તાજું દાંતણ  વાપરવું.  દાતણ કર્યા પછી વપરાયેલ ભાગ કાપી ને દાંતણ ને પાણીમાં બોળી રાખવું .

મોંઢાનાં સ્વાસ્થ્ય માટે સવાર સાંજની બે બે મિનિટ જ પૂરતી છે. આપણે બ્રશ હળવા હાથે એટલે કે હળવા દબાણથી કરવું હિતાવહ છે. ધ્યાન રહે કે પેઢાં પાસે, દાંતની અંદરની સપાટી અને પાછળના દાંતની સફાઈ પર વધારે ધ્યાન આપવુ ખૂબ જ જરૂરી છે. બ્રશને આગળ પાછળની બદલે ઉપર-નીચે કરવુ. સારી સફાઈ માટે બ્રશને પેઢાં થી ૪૫ ડિગ્રીના ખૂણે રાખવુ. દાંતની સાથે જીભ ની સફાઈ પણ એટલી જ જરૂરી છે માટે ઉલિયા નો ઉપયોગ કરવો.

દિવસમાં બે વખત બ્રશ શા માટે કરવું ? : ટૂથપેસ્ટ અને દાંતણની જીવાણુંનાશક અસર 12 કલાક સુધી રહે છે 12 કલાક પછી દાંત સાફ ન કરીએ તો જીવાણુંની અસર વધી જાય છે અને આપણાં દાંત અને પેઢાંને નુકસાન થાય છે એટલા માટે દિવસમાં બે વાર દાંત ની સફાઈ કરવી જરૂરી છે.

નીચેની દૈનિક રીતથી દાંત અને મોં સાફ રાખી શકે છે.

-> દિવસમાં બે વાર દાંત સાફ કરવા એ પણ શક્ય હોય તો દાંતણ વાપરીને.

-> સંતુલિત આહાર લેવો.

-> ખોરાક અને પીણાંમાં વધુ ખાંડ નો ઉપયોગ ટાળવો.

-> ચોકલેટ કે ગળ્યા ખોરાક ખાધા પછી મો જરૂર સાફ કરો.

-> દૂધ, ચા, કોફી પીધા પછી કોગળા જરૂર કરવા.

-> સાફસફાઇ અને ચેકઅપ માટે દંત ચિકિત્સકની નિયમિત મુલાકાત લેવી, દાંતની તંદુરસ્તીને સુનિશ્ચિત કરી શકે છે અને કોઈપણ સમસ્યાઓ માટે તાત્કાલિક સારવારની મંજૂરી આપે છે.

રેક પોસ્ટ અંત સુધી જરૂર વાંચો.

 

⬆️ TOP 🔝

HOME 🏡

નોકરીના સમાચાર માટેનો બ્લોગ A blog for job news

Post a Comment

0 Comments