Type Here to Get Search Results !

Vaccination for 15+ and Certificate on whatsapp

0

ચાલો, કોરોનાને હરાવી એ, સમાજ અને દેશને સુરક્ષિત બનાવવા માં સહયોગ આપીએ. 18+ ઉંમર માટે વેકશીનેશન પૂર્ણ થવાને આરે છે. 18 વર્ષથી ઓછી ઉંમરના માટે શરૂઆત થઈ ચૂકી છે. આપણ રસીકરણ માં ભાગ લઈને કાર્યક્રમ ને સફળ બનાવવા માં સહભાગી બનીએ. વધુ વિગત માટે 9173 040 050 નંબર પર સંપર્ક કરવા વિનંતી.

રેક પોસ્ટ અંત સુધી જરૂર વાંચવાની જરૂર છે.


બાળકોને રસી આપવા બાબતે- તેની રજીસ્ટ્રેશન પ્રક્રિયા

બાળકોને રસી આપવા બાબતે- તેની રજીસ્ટ્રેશન પ્રક્રિયા ને ચાલો સવાલો દ્વારા સમજીયે


સવાલ (1): બાળકો ને કઈ રસી આપવામાં આવશે?

જવાબ: બાળકોને ભારત બાયોટેક ની કોવેક્સિન આપવામાં આવી શકે છે.



સવાલ (2): કેટલી ઉંમર ના બાળકો ને રસી આપવામાં આવશે?

જવાબ: હાલ 15થી 18 વર્ષના બાળકોને જ રસી આપવામાં આવશે.

જે બાળકો નો જન્મ 2007માં અથવા તે પેહલા થયેલ હશે તેમને જ રસી આપવામાં આવી શકે છે.

15વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે હાલ કોઈ રસી નથી.


સવાલ (3): કોવીન એપ પર કઈ રીતે રજીસ્ટ્રેશન કરી શકાશે? 

જવાબ: 

તબક્કો-1: ઓનલાઇન રજીસ્ટ્રેશન માટે સૌ પ્રથમ કોવીન એપ્લિકેશન પાર જવું.

તબક્કો-2: અપને આપના મોબાઈલ નંબર થી લોગ ઈન કરવું.

તબક્કો-3: રજીસ્ટ્રેશન માટે એક ફોટો આઈડી પ્રુફ નું જરુરુ પડશે.

તબક્કો-4: ત્યારબાદ આપ આપનો સ્લોટ બુક કરી શકશો.


સવાલ (4): બુકીંગ પ્રક્રિયા ક્યારથી ચાલુ થશે?

જવાબ: બુકીંગ પ્રક્રિયા 1 જાન્યુઆરી થી ચાલુ થશે.

 

સવાલ (5): રજીસ્ટ્રેશન માટે કયું ફોટો આઈડી પ્રુફ જોઈશે?

જવાબ: બાળકો પાસે ડ્રાઈવિંગ લાયસન્સ અથવા ચૂંટણી કાર્ડ જેવા પ્રુફ નથી હોતા, તેથી બાળકો નું રજીસ્ટ્રેશન તેના આધારકાર્ડ થી કરવાનું રહેશે.

જો આધારકાર્ડ ના હોય તો રજીસ્ટ્રેશન શાળા ના આઈડીકાર્ડ થી પણ કરી શકાય છે. તથા ઓનલાઇન સિવાય સેન્ટર પર જઈને પણ રજીસ્ટ્રેશન કરાવી શકાય છે.


સવાલ (6): બાળકો કયા ફોન નંબર થી રજીસ્ટ્રેશન કરી શકે છે?

જવાબ: બાળકો પોતાના ફોન નંબરથી રજીસ્ટ્રેશન કરી શકે છે. જો બાળક પાસે પોતાનો નંબર ના હોય તો એ માતા-પિતાના નંબર થી પણ રજીસ્ટ્રેશન કરી શકે છે.


સવાલ (7): એક નંબર થી કેટલા લોકો નું રજીસ્ટ્રેશન કરી શકાય છે?

જવાબ: એક નંબર થી 4 લોકો નું રજીસ્ટ્રેશન કરી શકાય છે.

રજીસ્ટ્રેશન માટે નવા નંબરનો પણ ઉપયોગ કરી શકાય છે.

રસી લીધેલ માટે તેના પ્રમાણપત્ર મેળવવા નીચે આપેલ લિંક પાર ક્લીક કરો 

++++++

હવે કોરોના રસીનું સર્ટિફિકેટ WhatsApp પર મેળવવું થયું આસાન

આ રીતે વોટ્સએપ પર મળશે સર્ટિફિકેટ આખી પ્રક્રિયા અહીં જાણો.

તમારે માત્ર MyGOV Coro Helpdesk WhatsApp નંબરને તમારા સ્માર્ટફોનમાં સેવ કરવાનો છે.  

તબ્બકો-1 આ નંબર 9013151515 છે. 

તબ્બકો-2 નંબર સેવ કર્યા પછી વોટ્સએપ ઓપન કરો. 

તબ્બકો-3 ચેટ લિસ્ટ પર જાઓ અને કોન્ટેક્ટ્સ સર્ચ કરો. તે નંબરનું ચેટ બોક્સ ખોલો.

તબ્બકો-4 ડાઉનલોડ પ્રમાણપત્ર લખો.

તબ્બકો-5 WhatsApp ચેટબોક્સ તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર છ અંકનો OTP મોકલશે. OTP તપાસો અને દાખલ કરો.  

તબ્બકો-6 ઈગલ ચેટબોક્સ તમારા વોટ્સએપ પર કોરોના રસીનું પ્રમાણપત્ર મોકલશે.  

તમે તેને અહીંથી પણ ડાઉનલોડ કરી શકો છો.. 

જો તમને અહીં વોટ્સએપમાં કોઈ ભૂલ જણાય, તો તમે તેને પહેલાની જેમ COWIN પોર્ટલ અને હેલ્થ બ્રિજ એપ પરથી ડાઉનલોડ કરી શકો છો.

રેક પોસ્ટ અંત સુધી જરૂર વાંચવાની જરૂર છે.

Post a Comment

0 Comments