Type Here to Get Search Results !

Government job Exam Percentage 3

0

 

દરેક પોસ્ટ અંત સુધી જરૂર વાંચો.

સરકારી ભરતીની પરીક્ષામાં ગણિત એક ખૂબ જ અગત્યનો વિષય છે. સારી રીતે મહાવરો કરવાથી વધુમાં વધુ ગુણ મેળવી શકાય છે. નિયમિત મહાવરો કરવો જરૂરી છે. ગણિતની પરીક્ષામાં ટકાવારી પૂછાય છે. આ મુદ્દો ધોરણ 6થી9 દરમ્યાન અભ્યાસમાં ભણવામાં આવેલો છે.

Mathematics is a very important subject in government job exams. Maximum marks can be obtained by practicing well. It is important to practice regularly. Percentage is asked in math exam. This topic is taught in studies during standard 6 to 9.

ટકાવારી ભાગ1 અને ભાગ2 જોવા માટે અહિ ક્લિક કરો 

09.02.2022 

ટકાવારી:: ભાગ3


1. એક વેપારી TVનો વ્યાપાર કરે છે. વર્ષની શરૂઆતમાં તેની પાસે TVનો કેટલોક જથ્થો હતો. આ જથ્થામાંથી 60 % TV  વેચ્યા છે. વર્ષના અંતે 2400 TV બાકી રહ્યા છે, તો તેની પાસે શરૂઆતમાં કેટલા TV હતાં?


ઉકેલ1:: અહીં 60% વેચ્યા છે

માટે 40% બાકી રહ્યા.
હવે, x નાં 40% = 2400
માટે, x * ( 40/100) = 2400
માટે, x = 6000
માટે, 6000 TV હતાં.





















2. એક ગ્રામ પંચાયતની ચૂંટણીમાં બે ઉમેદવારને કુલ 50000 મત મળ્યા છે. જીતનાર ઉમેદવારને 70% મત મળ્યા છે. તો જીતનાર ઉમેદવારને કેટલા મત વધુ મળ્યા હશે?

ઉકેલ2:: જીતનારને 70% મત મળ્યા 
માટે હારનારને 30% મત મળ્યા 
માટે જીતનારને 40% મત વધુ મળ્યા 
હવે, જીતનારને વધુ મળેલા મત = કુલ મતના 40%
= 50000નાં 40%
= 50000 * ( 40/100)
= 20000
આમ, જીતનારને 20000 મત વધુ મળ્યા હશે.


3. એક મોબાઈલ GST સાથે RS 12600માં ખરીદ્યો છે. જો GST 5% હોય તો મોબાઈલની છાપેલી કિંમત કેટલી હશે?

ઉકેલ3::મોબાઈલની છાપેલી કિમંત = x ધારો.

હવે, GST + છાપેલી કિમંત = 12600

માટે, xનાં 5% + x = 12600
માટે, x*(5/100) + x = 12600
માટે, (5x + 100x)/100 = 12600
માટે, 105x = 12600*100
માટે,  x = ( 12600*100)/105
માટે, 120*100 = x
માટે, x = 12000
માટે, મોબાઈલની છાપેલી કિંમત rs 12000 થાય.





























4. તલાટીની ગણિતની પરીક્ષા 900000 વિદ્યાર્થી આપે છે. તેમાંથી 36% નાપાસ થાય છે તો ગણિતમાં પાસ થનારા વિદ્યાર્થિની સંખ્યા કેટલી હશે?

ઉકેલ4:: 36% નાપાસ થયા
માટે, 64% પાસ થયા.
પાસ થનારની સંખ્યા = 900000 નાં 64%
=900000 * ( 64/100) 
= 576000 પાસ થયા હશે.







Post a Comment

0 Comments