Type Here to Get Search Results !

FM1 : 1ની કરામત

0

મિત્રો, આપ સૌ કુશળ છો. કુશળ રહો.
Fun Maths માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે.

રેક પોસ્ટ અંત સુધી જરૂર વાંચો 

 ================

 FUN MATHS :: 1

આજે આપણે 1ની કરામત વિશે આનંદ માણીશું.


1નો વર્ગ =1










11નો વર્ગ = 121
બે વાર એક છે માટે 1થી2 અંક ચડતા ક્રમમાં લખ્યા એટલે કે 12 લખ્યા પછી 2થી ઉતરતા ક્રમમાં અંક લખ્યા લખ્યા એટલે કે 1લખ્યા. પરિણામી જવાબ 121 મળ્યો.

111નો વર્ગ = 12321
ત્રણ વાર એક છે માટે 1થી3 અંક ચડતા ક્રમમાં લખ્યા એટલે કે 123 લખ્યા પછી 3થી ઉતરતા ક્રમમાં અંક લખ્યા  એટલે કે 21લખ્યા. પરિણામી જવાબ 12321 મળ્યો.

1111નો વર્ગ = 1234321
ચાર વાર એક છે માટે 1થી4 અંક ચડતા ક્રમમાં લખ્યા એટલે કે 1234 લખ્યા પછી 4થી ઉતરતા ક્રમમાં અંક લખ્યા  એટલે કે 321લખ્યા. પરિણામી જવાબ 1234321 મળ્યો.

11111નો વર્ગ = 123454321
પાંચ વાર એક છે માટે 1થી5 અંક ચડતા ક્રમમાં લખ્યા એટલે કે 12345 લખ્યા પછી 5થી ઉતરતા ક્રમમાં અંક લખ્યા  એટલે કે 4321લખ્યા. પરિણામી જવાબ 123454321 મળ્યો.

 

 

 

 

 

ચાલો હવે,  જાતે પ્રયાસ કરો.

[1]
111111નો વર્ગ = __ જવાબ લખો. નવાઈ એ છે કે કેલ્ક્યુલેટર જવાબ પુરણાકમાં નહીં આપે. ચેક તો કરી જુવો.
શું થયું? કેલ્ક્યુલેટર જવાબ પુરણાકમાં આપ્યો?
ના. તે વૈજ્ઞાનિક રૂપમાં જવાબ બતાવશે

[2]
1111111નો વર્ગ = __ જવાબ લખો. નવાઈ એ છે કે કેલ્ક્યુલેટર જવાબ પુરણાકમાં આપે છે?


[3]
11111111નો વર્ગ = __ જવાબ લખો. નવાઈ એ છે કે કમ્પ્યુટરમાં જવાબ ચેક કરી જુવો.


મિત્રો, ઉપરના ત્રણનાં જવાબ કૉમેન્ટ બોક્સ માં જરૂર પોસ્ટ કરો તેવી વિનંતિ.

91 થી 99 સુધી ની સંખ્યાનો ગુણાકાર નોટ વીના કરતાં આવડી શકે છે. પહેલા શીખો, સાત દિવસ 10 - 10 ગુણાકાર ની પ્રેક્ટિસ કરો. 8માં દિવસ થી 10 જ સેકન્ડમાં નોટ પેન વીના જવાબ આપી શકશો. તે માટે  
વૈદિક ગણિતમાં ક્લાસ1 જુવો. 

ક્લાસ1: વૈદિક ગણિત વડે 91 થી 99 વચ્ચેની સંખ્યાનો ગુણાકાર નોટ પેન વીના કરતા શીખીએ.

રેક પોસ્ટ અંત સુધી જરૂર વાંચો.

આ પોસ્ટ તમારા મિત્રોને શેર કરજો, તેમને પણ ગમશે. ગણિતમાં રસ લેતા થશે.

 

Post a Comment

0 Comments