Type Here to Get Search Results !

10th Science SOP4

0

રેક પોસ્ટ અંત સુધી જરૂર વાંચો.

પ્રશ્ન4: ગુરુદ્રષ્ટિ ની ખામી એટલે શું? તેને કેવી રીતે નિવારી શકાય છે? યોગ્ય આકૃતિ દ્વારા દર્શાવો. લઘુદ્રષ્ટિની ખામી અને ગુરુદ્રષ્ટિની ખામીના તફાવતના બે-બે મુદા આપો.

જવાબ:

•ગુરુદ્રષ્ટિની ખામી: આંખ ની ખામી કે જેના લીધે વ્યક્તિ દૂરની વસ્તુઓને સ્પષ્ટપણે જોઈ શકે છે. પરંતુ નજીકની વસ્તુઓ તેને અસ્પષ્ટ દેખાય છે. તેને ગુરુદ્રષ્ટિની ખામી કહે છે.


->સામાન્ય દ્રષ્ટિ ધરાવતી પુખ્ત વ્યક્તિ માટે આંખનું નજીક બિંદુ 25 cm જેટલું હોય છે. એટલે કે આંખથી 25cm કે તેથી દૂર રાખેલી વસ્તુ વ્યક્તિને સ્પષ્ટ દેખાય છે.


->જ્યારે ગુરુદ્રષ્ટિની ખામીમાં આ નજીક બિંદુ 25cm થી દૂર ખસી જાય છે. જેથી વ્યક્તિએ આરામથી વાચનસામગ્રી વાંચવા માટે વસ્તુને આંખથી 25cm થી વધારે દૂર રાખવી પડે છે.


•નીચે દર્શાવેલ આકૃતિમાં N' સામાન્ય આંખનું નજીક બિંદુ છે.

જ્યારે ગુરુદ્રષ્ટિની ખામી ધરાવતી આંખનું નજીક બિંદુ N' થી દૂર N છે.




•ખામી નું નિવારણ: ગુરુદ્રષ્ટિની ખામીવાળી આંખનું નિવારણ કરવા વ્યક્તિએ યોગ્ય કેન્દ્ર લંબાઈ (અથવા પાવર)વાળા બહિર્ગોળ લેન્સના ચશ્માં પહેરવા જોઈએ.

જેનાથી સામાન્ય નજીક બિંદુ N' થી આવતા પ્રકાશના કિરણો બહિર્ગોળ લેન્સ દ્વારા નેત્રપટલ(રેટિના) પર કેન્દ્રિત થાય છે અને ગુરુદ્રષ્ટિની ખામી વાળી આંખના નજીક બિંદુ N થી આવતા દેખાય છે.


•તફાવત:

લઘુદ્રષ્ટિ ની ખામી:

1.આ ખામીમાં દૂરની વસ્તુ અસ્પષ્ટ દેખાય છે.

2.આ ખામી નું નિવારણ યોગ્ય પાવર ધરાવતા અંતર્ગોળ લેન્સ વાપરવાથી થઈ શકે છે.


ગુરુ દ્રષ્ટિ ની ખામી:

1.આ ખામીમાં નજીકની વસ્તુઓ અસ્પષ્ટ દેખાય છે.

2.આ ખામી નું નિવારણ યોગ્ય પાવરના બહિર્ગોળ લેન્સથી થઈ શકે છે.

 ==========================

Next : 10th science SOP5 SOP6 SOP7 

Before : 10th science SOP3


અન્ય પેજમાં વાંચો.
પ્રશ્ન1: આપણા પાચનતંત્રમાં pH નું મહત્વ સમજાવો.
પ્રશ્ન2: પ્રબળ અને નિર્બળ એસિડ તથા પ્રબળ અને નિર્બળ બેઇઝ કોને કહે છે.
પ્રશ્ન3: મનુષ્ય નું શ્વસન તંત્ર આકૃતિ દોરી સમજાવો. 

રેક પોસ્ટ અંત સુધી જરૂર વાંચવાની જરૂર છે.

 



Post a Comment

0 Comments