Type Here to Get Search Results !

Our World by Our thoughts -1

રેક પોસ્ટ અંત સુધી જરૂર વાંચવાની જરૂર છે.

महत्व पूर्ण जानकारी: *हमारा नया ब्लॉग: tutorspost.blogspot.com है जो खास कर के शिक्षक मित्रो को अच्छा paltform देने जा रहा है।* सभी शिक्षक मित्रों को tutors.blogspot.com blog पर पोस्ट करने के लिए आमंत्रित किया जाता है। सभी प्रकार के अपने लेख, लेख, वीडियो पोस्ट कर सकते हैं। इसके लिए उन्हें अपनी ईमेल आईडी 9173040050rpgt@gmail.com पर पोस्ट करनी होगी। आपको 24 घंटे के भीतर एक मेल प्राप्त होगा। तब आप पोस्ट कर सकते हैं। 

tutors blog link

*हमारे icanhow.blogspot.com की हररोज 1k+ मित्रो मुलाकात लेते है।*

*****

नमस्कार

આપણી આસપાસનું આપણું વિશ્વ આપણા વિચારોથી સર્જાય છે જ.

હેલ્લો નમસ્તે કેમ છો?.
આપ સૌ મજામાં છો, કુશળ છો અને કુશળ રહો.
આપણી આસપાસની દુનિયા આપણા વિચારો મુજબ સર્જાય છે એ નક્કી છે. માટે આપણે આપણા વિચારોને જાણવા જોઈએ, સમજવા જોઈએ. આપણા વિચારોને વિચારોને સમજવા માટે આપણા વિચારો કેવા પ્રકારના છે જાણવા માટે પ્રાયોગિક કાર્ય કરતા રહેવું જરૂરી છે. આપણા મનના વિચારો કેવા પ્રકારના છે તે આપણે પ્રેક્ટીકલી કેવી રીતે જાણી શકીએ.
> તેના વિશે આજે આપણે ચર્ચા કરીશું. આ પ્રયોગ માટે તમારે એક પેન અને એક નોટ ની જરૂર પડશે. આ પ્રયોગ રાત્રે સૂતી વખતે કરવાનો છે. 
 > પગલું1: સૌથી પહેલાં આજે તમને કેવા કેવા પ્રકારના વિચારો આવ્યા છે તે યાદ કરીને રાત્રે સૂતી વખતે નોટમાં તેને ટૂંકમાં લખો. અને આ વિચારોનું પરિણામ તમને શું મળ્યું છે તે પણ અચૂક લખો. ત્યારબાદ પ્રામાણિકપણે આ વિચારોનું ત્રણ ભાગમાં વર્ગીકરણ કરીશું. ભાગ N નિરાશાવાદી વિચારો એટલે કે આપણને આ વિચારોથી સારું પરિણામ ન મળ્યું હોય તે. ભાગ G એવા વિચારો કે જેનું પરિણામ આપણને સારું મળ્યું હોય તેવા આશાવાદી હકારાત્મક વિચારો. ભાગ NG કે જે વિચારોથી આપણને કોઈ નબળું કે સારું પરિણામ મળ્યું નથી એટલે કે તટસ્થ વિચારો. 
> મિત્રો આ વિચારોની યાદી ઓછમાઓછા ૩૦ જેટલા વિચારોની હોવી જરૂરી છે. આ વિચારો તમારા પરિવાર, મિત્ર, સગાસંબંધી, નોકરી ધંધો, તમારા પરિવારના સ્વાસ્થ્ય વગેરે નાં હોય શકે છે. રોજ તમારે રાત્રે સૂતી વખતે નોટમાં લખવાના છે, અને આ લખેલા વિચારોનું ત્રણ ભાગમાં તમારે વર્ગીકરણ કરવાનું છે. યાદ છે ને કયા ત્રણ ભાગ : ભાગ N - જેનાથી આપણને નબળા પરિણામ મળ્યા છે તેવા નિરાશાવાદી વિચારો, ભાગ G - હકારાત્મક વિચારો આશાવાદી વિચારો કે જેનાથી આપણને સારું પરિણામ મળ્યું છે તેવા વિચારો અને ભાગ નંબર NG ત્રણ - આપણને કોઈ નબળો કે સારું પરિણામ મળ્યો નથી તેવા તટસ્થ વિચારો ની યાદી. 
> આપણા વિચારો દ્વારા આપણી આસપાસ રચાયેલું માળખું એ જ આપણું અસ્તિત્વ છે. જેવા આપણાં વિચારો તેવું આપણું વિશ્વ. કહેવત છે ને કે અન્ન તેવો ઓડકાર, જેવું વાવો તેવું લણો.  મિત્રો ડાયરી કે નોટ માં રોજના 30 વિચારો ન લખતા શક્ય એટલા વધુ માં વધુ વિચારો રાત્રે સૂતી વખતે નોટમાં લખવા અને તેનું ત્રણ ભાગ N કે G કે NGમાં વર્ગીકરણ કરવું. આમ કરવાથી આપણને આપણી વિચારવાની પદ્ધતિનો ખ્યાલ આવશે અને તેને કારણે આપણે નક્કી કરી શકીશું કે આપણે કેવા વિશ્વની રચના આપણી આસપાસ કરવા જઈ રહ્યા છીએ.  મિત્રો શરૂઆતમાં નિરાશાવાદી વિચારોનું માત્ર કદાચ વધારે હોઈ શકે!. 
>આપણે એક સફળ પ્રયોગ કરીશું જેને કારણે નિરાશાવાદી વિચારો ઓછા થઇ જાય અને આશાવાદી એટલે કે હકારાત્મક વિચારો વધતા જાય અને આપણી આસપાસનું આપણું વિશ્વ આપણા વિચારો મુજબ સર્જાય, આપણને જિંદગી જીવવાની મજા આવે. આપણા વિચારોની પદ્ધતિને બદલવા માટે એક પ્રયોગ ૩૦ દિવસ માટે કરીશું. 
> આ પ્રયોગમાં તમારે શું કરવાનું છે? તમને ગમતું હોય તેવું મનપસંદ પુસ્તક અને શકાય હોય તો મનપસંદ 30 જેટલા ગીત - ભજન ની જરૂર પડશે. તમને ગમતા કોઈ સારું પુસ્તકના રોજ તમારે 20 જેટલા પાના વાંચવાના છે, પછી 5 મિનિટ આંખો બંધ કરીને શાંતિથી બેસવાનું છે. પછી મનગમતું ગીત કે ભજન સાંભળવાનું છે યાદ રહે સારા વિચારો આપે તેવા પુસ્તકમાંથી રોજ 20 પાનાં તમારે વાંચવાના છે. આ પ્રવૃત્તિ રોજ સવારે કરવાની છે. સાથે સાથે રોજ નોટમાં આજે આવેલા ઓછમાંઓછા 30 વિચારોની યાદી બનાવીને તેને N કે G કે NG માં વહેચવાની છે. આમ સતત 30 દિવસ સવારે અને સાંજે પ્રવૃત્તિ કરીશું. 
> મિત્રો, તમને આશ્ચર્યજનક પરિણામ જોવા મળે છે! શરૂઆતમાં ૩૦ દિવસમાં વિચારોની યાદીમાં નિરાશાવાદી વિચારોની માત્રા વધારે હતી. પછી તમે તમને મનગમતા પુસ્તક માંથી રોજ 20 પાના વાંચવાની શરૂઆત કરી પછી ક્રમશઃ નિરાશાવાદી વિચારોની યાદી ટૂંકી થતી ગઈ આ નિરાશાવાદી વિચારોનું આશાવાદી વિચારોમાં રૂપાંતર થયેલું તમને જોવા મળે છે.  મિત્રો આ રીતે આપણે આપણા નિરાશાવાદી વિચારોનું આશાવાદી વિચારોમાં રૂપાંતર કરી શકીએ છીએ. સતત 90 દિવસ આ કાર્ય સવારે અને સાંજે ભૂલ્યા વિના, સતત કરતાં રહેવાનું છે જ. આમ કરવાથી, આપણે આપણી આસપાસનું વિશ્વ આપણા વિચારો મુજબ કરી શકીએ છીએ. 

મિત્રો, હવે પછી  એવી પ્રવૃત્તિ શીખીશું કે જેનાથી કારણે આપણા આશાવાદી વિચારો વધુ તીવ્ર બને અને આપણે એટલે અસરકારકતાથી વધુ સારા પરિણામો આપણે મેળવી શકીએ.,


રેક પોસ્ટ અંત સુધી જરૂર વાંચવાની જરૂર છે.


Post a Comment

0 Comments