1.
સામ વોલ્ટન નામના કચરો વાળનાર વ્યક્તિ તેની પ્રથમ દુકાન એક ગોડાઉન જેવી
જગ્યાએથી શરૂ કરીને... .. . પછી સમય જતા તેમણે અનેક દેશોમાં અનેક મોલ શરૂ
કરીને સૌથી ધનવાન માણસ બન્યા છે.
... .. . આ માટે તેમની મનની શક્તિ અને ઇચ્છા શક્તિથી શકય બન્યુ છે.
2. Sam walton સામ વોલ્ટન કચરો એકઠો કરવાનું કામ કરતા
હતા. તેના જેવા બીજા કચરો એકઠા કરનાર જ્યારે આરામ કરતા હતા કે બીડી પીતા
હતા ત્યારે સામ વોલ્ટન વિચારતા હતા કે આ પ્રદેશમાં આઈસક્રીમના કેટલા કપ
વેચતા હશે ? કેટલી ઠંડાપીણાની બોટલો વેચાતી હશે? તેનો વિચાર કરતા હતા. તેઓ
જે મકાનમાં રહેતા હતા તેના માલિકને વિનંતી કરી કે તેવું એક દુકાન શરૂ કરવા
ઈચ્છે છે તો એક ભલામણ પત્ર લખી આપો કે જેથી તે દુકાન શરૂ કરી શકે. આ ચિઠ્ઠી
ને આધારે તેમણે એક મહિનાની ક્રેડીટ પર થોડોક માલ લીધો અને દુકાન શરૂ કરી.
તેમણે થોડા સમયમાં જ ક્રેડિટ પર લીધેલા માલના પૈસા ભરી દીધા.
3. તેમણે ગ્રાહકને પૂરો
સંતોષ અને પૂરું ડિસ્કાઉન્ટ આપતો સ્ટોર્સ શરૂ કર્યો. ૧૯૬૨માં એક વિસ્તારમાં
પહેલી દુકાન શરૂ કરી. આ વોલમાર્ટ મોલ ની શરૂઆતની પહેલો મોલ એટલે કે દુકાન
હતી. આજે સમગ્ર વિશ્વમાં વોલમાર્ટ મોલનાં ચાર હજારથી વધુ મોલ છે. અમેરિકાના
પ્રમુખ જ્યોર્જ બુશે તેમનું સન્માન કરેલું. સામ વોલમાર્ટ માનતા હતા કે કોઈ
સસ્તો માલ મળે તો ગ્રાહકોને પહેલો ફાયદો થવો જોઈએ. તેઓ પોતાના મોલમાં આંટો
મારવા નીકળી ત્યારે તેવો ગ્રાહકોની વાત સાંભળતાં અને તે મુજબ સુધારો કરતા
હતા. તેઓ ટુ સીટર પ્લેનમાં બેસી આસપાસના રાજ્યના સ્થળોએ ખાલી પડેલા પ્લોટ
જોવા જતાં અને ખરીદતા હતા. તેમણે પહેલો store 1962માં શરૂ કર્યો હતો
1966માં વોલમાર્ટના 20 મોલ હતા. તેઓ જ્યારે મૃત્યુ પામ્યા ત્યારે તેમના
પરિવારની સંપત્તિ 2500 કરોડ ડોલર હતી 1998માં વોલમાર્ટનું વેચાણ જનરલ
મોટર્સના વેચાણ કરતાં પણ વધારે હતું. ગ્રાહક જ સર્વોપરી છે તેવો મંત્ર sam
walton એ આપ્યો છે.
4. આ પરથી શું શીખી શકાય
A) ગરીબ વિચાર ન કરતાં સમૃદ્ધ વિચાર કરવા જોઈએ પછી ભલેને ગમે તેટલાં ગરીબ કેમ ન હોઈએ.
B) નવા વિચારો કરવા અને સાહસ પણ કરવું. ચીલાચાલુ વિચારોથી દૂર રહેવું.
C) એકવાર જે સપનું જોયું તેને સાકાર કરવા માટે તનતોડ, સખત, સતત, નિયમિત, ઉત્સાહપૂર્વક મહેનત, પૂરી ધગશ અને વિશ્વાસથી કરવી જોઈએ.
D) સફળતા મળ્યા બાદ અન્ય ક્ષેત્રમાં કે સ્થળોમાં પણ તેનું વિસ્તરણ કરવું જોઈએ.
E) આપણે ત્યાં કામ કરતાં કામ કરતાં કર્મચારીઓની કદર કરવી જોઈએ અને તેમનું અને તેમના પરિવારનું ધ્યાન રાખવું જોઈએ.
મિત્રો, આ રીતે sam walton તેમના તેમના મિશનમાં સફળ થયા છે.
પોસ્ટ
થતી જાહેરાત પર દિવસમાં એક વાર ક્લિક કરીને વિગત જરૂર જુવો, જેથી સારી
ઓફરનો લાભ પ્રયાસ કરતા રહેવાથી ક્યારેક, કોઈકને કદાચ મળી જાય.