Type Here to Get Search Results !

10th Science SOP8 SOP9 SOP10 SOP11

0

 

દરેક પોસ્ટ અંત સુધી જરૂર વાંચો.


પ્રશ્ન 11: વાતાવરણીય વક્રીભવન સંક્ષિપ્તમાં સમજાવો. વાતાવરણીય વક્રીભવન આધારિત ઘટનાઓ જણાવો.

જવાબ 11:
પૃથ્વીના વાતાવરણમાંથી પસાર થતા પ્રકાશનું વાંકા વળવાની ઘટનાને વાતાવરણીય વક્રીભવન કહે છે.

પૃથ્વીની આસપાસ આવેલા હવાના સ્તરને વાતાવરણ કહે છે. વાતાવરણમાં હવા ની ઘનતા દરેક જગ્યાએ સમાન હોતી નથી.

ગરમ હવા એ તેની ઉપર રહેલી ઠંડી હવા કરતા પાતળી હોય છે. ઠંડી હવા વધુ ઘનતા ધરાવે છે જ્યારે પાતળી હવા ઓછી ઘનતા ધરાવે છે.

સામાન્ય રીતે, પૃથ્વીની સપાટી પર હવાની ઘનતા સૌથી વધારે હોય છે અને સપાટીથી ઉપર જતા ઘનતા ઘટતી જાય છે. એટલે કે પૃથ્વીની સપાટી પર વધુ ઘટ્ટ માધ્યમ હોય છે અને સપાટીથી દૂર ઉપર તરફ જતા આ માધ્યમ વધુ પાતળું થતું જાય છે.
આમ, પૃથ્વીના વાતાવરણના ઉપરના સ્તરો, નીચેના સ્તરોની સાપેક્ષે વધુ પાતળા હોય છે.

હવાનો વક્રીભવનાંક તેની ઘનતા પર આધાર રાખે છે. જેમ હવાની ઘનતા ઓછી તેમ તેનો વક્રીભવનાંક ઓછો હોય છે.

આમ, સૂર્ય કે તારામાંથી આવતાં પ્રકાશના કિરણો હવાના સતત વધતા વક્રીભવનાંકવાળા માધ્યમમાંથી પસાર થયા પછી, પૃથ્વી પરના અવલોકનકાર પાસે પહોંચે છે અને તેથી તેમનો ગતિ પથ સતત બદલાયા કરે છે.












 
 
અહીં વક્રીભવન કારક માધ્યમ એટલે કે હવાની ભૌતિક પરિસ્થિતિ પણ સ્થિર ન હોવાથી વસ્તુનું દેખીતું સ્થાન, ગરમ હવામાંથી જોવાને કારણે સતત બદલાયા કરે છે.

આ અસ્થિરતા આપણા સ્થાનીય પર્યાવરણમાં સૂક્ષ્મ સ્તરે થતા વાતાવરણીય વક્રીભવનનો જ પ્રભાવ છે.

વાતાવરણીય વક્રીભવનને આધારિત કેટલીક ઘટનાઓ:
(1) તારાઓનું ટમટમવું.
(2) સૂર્યોદય વહેલો થવો. એટલે કે સૂર્ય આપણને વાસ્તવિક સૂર્યોદયથી લગભગ બે મિનિટ વહેલો દેખાય છે.
(3) સૂર્યાસ્ત મોડો થવો. એટલે કે સૂર્ય આપણને વાસ્તવિક સૂર્યાસ્તથી લગભગ બે મિનિટ પછી પણ દેખાય છે.
(4) તારાઓ ખરેખર જ્યાં હોય તેના કરતા ઉપર દેખાય છે.
(5) સૂર્યોદય અને સૂર્યાસ્ત સમય સૂર્ય અંડાકાર દેખાય છે, પરંતુ બપોરે તે ગોળાકાર દેખાય છે.
==========================

પ્રશ્ન 10: એસિડને મંદ કરતી વખતે શા માટે એસિડને પાણીમાં ઉમેરવામાં આવે છે, પરંતુ પાણીને એસિડમાં ઉમેરવાની ભલામણ કરવામાં આવતી નથી?

જવાબ 10:
એસિડને મંદ કરવા માટે એસિડમાં પાણી ઉમેરવાને બદલે હંમેશા પાણીમાં ખૂબ જ ધીરે ધીરે સતત હલાવતા રહીને એસિડ ઉમેરવો જોઈએ. જેથી ઉત્પન્ન થતી ઉષ્મા સમગ્ર પાણીમાં પ્રસરી જાય. પરિણામે કોઈ હાનિ થતી નથી.

પરંતુ, સાંદ્ર એસિડને મંદ કરતી વખતે જો એસિડમાં પાણી ઉમેરવામાં આવે, તો ઉત્પન્ન થતી ઉષ્મા આ મિશ્રણને બહારની તરફ ઉછાળી શકે છે અને દાઝી શકાય છે. ઘણી વખત અતિશય સ્થાનિક ઉષ્માને કારણે કાચનું પાત્ર તૂટી પણ શકે છે.


આથી, એસિડને મંદ કરતી વખતે એસિડને પાણીમાં ઉમેરવામાં આવે છે, પરંતુ પાણીને એસિડમાં ઉમેરવાની ભલામણ કરવામાં આવતી નથી.

=====================

દરેક પોસ્ટ અંત સુધી જરૂર વાંચવાની જરૂર છે.

==========================

પ્રશ્ન 9: બ્લીચિંગ પાઉડરની બનાવટ અને ઉપયોગો લખો.

જવાબ 9:
બ્લીચીંગ પાઉડરની બનાવટ:
~>ક્લોરિનની શુષ્ક ફોડેલા ચૂના સાથેની પ્રક્રિયા દ્વારા વિરંજન પાઉડર બને છે. આ વિરંજન પાઉડરને બ્લીચિંગ પાઉડર કહે છે.

~>વિરંજન પાઉડર(બ્લીચિંગ પાઉડર) ને CaOCl2 દ્વારા દર્શાવાય છે, જેનુ રાસાયણિક નામ કેલ્શિયમ ઑક્સિકલોરાઇડ છે.




વિરંજન પાઉડરના ઉપયોગ:
(1) પીવાના પાણીને જંતુરહિત કરવા જંતુનાશક તરીકે.
(2) અનેક રાસાયણિક ઉદ્યોગો માં ઓક્સિડેશન કર્તા તરીકે.
(3) ટેક્સટાઈલ ઉદ્યોગમાં સુતરાઉ તેમજ લીનનના વિરંજન માટે.
(4) કાગળ ઉદ્યોગમાં લાકડાના માવાના વિરંજન માટે.
(5) લોન્ડ્રીમાં ધોયેલા કપડાના વિરંજન માટે.

=====================
પ્રશ્ન 8: ફ્યુઝ વિશે ટૂંકનોંધ લખો. અથવા
વિદ્યુત ફ્યુઝ એટલે શું? તે કેવી રીતે કાર્ય કરે છે?

જવાબ 8:
તમામ ઘરેલુ વિદ્યુત પરિપથ માં વિદ્યુત ફ્યુઝ એક મહત્વનો વિદ્યુત ઘટક છે.

તેના ઉપયોગથી પરિપથમાં શોર્ટ સર્કિટ અથવા ઓવરલોડિંગને કારણે થતા અકસ્માતો અટકાવી શકાય છે. જેવા કે, વિદ્યુત-શૉક, આગ, વિદ્યુત-ઉપકરણોને નુકસાન વગેરે.

ફ્યુઝ એ અતિ મહત્વની સલામત રચના છે. ફ્યુઝ એ નીચા ગલનબિંદુ વાળો ટૂંકો, પાતળો તાંબાના તાર નો બનેલો હોય છે. પરિપથમાં વિધુતપ્રવાહ સલામત મર્યાદા કરતા વધી જાય, તો તે તાર ઓગળીને તૂટી જાય છે. તેથી પરિપથ ખુલ્લો બની જાય છે અને વિધુતપ્રવાહ વહેતો અટકી જાય છે.

વિધુત ફ્યુઝના ઉપયોગથી વિધુત પરિપથ તથા વિધુત ઉપકરણમાં વહેતા અનિચ્છનીય ઉચ્ચ વિદ્યુતપ્રવાહને અટકાવી સંભવિત નુકસાનથી બચી શકાય છે. 

ઉચ્ચ વિધુત પ્રવાહ ને કારણે ફ્યુઝમાં ઉત્પન્ન થતી જૂલ ઉષ્માને લીધે ફ્યુઝ પીગળે છે. પરિણામે વિધુત પરિપથ માં ભંગાણ સર્જાય છે અને વિદ્યુતપ્રવાહ વહેતો અટકી જાય છે.

ઘરેલુ વિદ્યુતપરિપથમાં વપરાતા બે વિવિધ પ્રકારના વિદ્યુત ફ્યુઝ નીચે આકૃતિ માં દર્શાવેલ છે.









ફ્યુઝ વિશે અગત્યના મુદ્દાઓ:

(1) ફ્યુઝને હંમેશા પરિપથની શરૂઆતમાં જોડવામાં આવે છે.

(2) ફ્યુઝને હંમેશા લાઈવ વાયર સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે.

(3) ફ્યુઝ વાયર જેમ જાડો તેમ તેની વિધુતપ્રવાહ પસાર કરવાની ક્ષમતા વધુ હોય છે.

(4) સૌથી વધુ વિધુતપ્રવાહ જે પરિપથ ખમી શકે છે, તેના કરતા ઓછા વિધુતપ્રવાહ રેટિંગ વાળો ફ્યુઝ વાપરવો જોઈએ.
=====================
∆નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપો.

1. વિરંજન પાઉડરનું રાસાયણિક નામ જણાવો.

2. વિરંજન પાઉડરનું રાસાયણિક સૂત્ર જણાવો.

3. ખરું કે ખોટું: જેમ હવાની ઘનતા ઓછી તેમ તેનો વક્રીભવનાંક વધુ હોય છે.

4. પૃથ્વીની સપાટીથી દુર ઉપર તરફ જતા માધ્યમ વધુ _____ થતું જાય છે.

5. વાતાવરણીય વક્રીભવનને કારણે સૂર્ય આપણને વાસ્તવિક સૂર્યોદયથી કેટલા મિનિટ વહેલો દેખાય છે?

6. ઉચ્ચ વિદ્યુતપ્રવાહના કારણે ફ્યુઝમાં ઉત્પન્ન થતી _____ ને લીધે ફ્યુઝ પીગળે છે.

7. ખરું કે ખોટું: ફ્યુઝને હંમેશા ન્યુટ્રલ વાયર સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે.

8. ફ્યુઝને પરિપથમાં શરૂઆતમાં લાઈવ વાયર સાથે કયા જોડાણમાં જોડવામાં આવે છે?(શ્રેણી, સમાંતર)

9. ક્લોરિનની કોની સાથેની પ્રક્રિયા દ્વારા વિરંજન પાઉડર બને છે?
A. કેલ્શિયમ ઓક્સાઈડ
B. કેલ્શિયમ હાઈડ્રોક્સાઈડ
C. કેલ્શિયમ કાર્બોનેટ

તમારા જવાબ કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવો.
=====================

અન્ય પેજમાં વાંચો. વાચવા માટે પ્રશ્ન પર ક્લિક કરો.


પ્રશ્ન3: મનુષ્ય નું શ્વસન તંત્ર આકૃતિ દોરી સમજાવો.

 પ્રશ્ન4: ગુરુદ્રષ્ટિ ની ખામી એટલે શું? તેને કેવી રીતે નિવારી શકાય છે? યોગ્ય આકૃતિ દ્વારા દર્શાવો. લઘુદ્રષ્ટિની ખામી અને ગુરુદ્રષ્ટિની ખામીના તફાવતના બે-બે મુદા આપો.



=====================


દરેક પોસ્ટ અંત સુધી જરૂર વાંચવાની જરૂર છે.





Tags

Post a Comment

0 Comments